Closing Bell: શૅર માર્કેટમાં જબરદસ્ત ઉછાળો, સેન્સેક્સ 600 અંક ઉપર બંધ

Published: Oct 06, 2020, 15:40 IST | Gujarati Mid-day Online Correspondent | Dalal Street Mumbai

એચડીએફસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેન્ક અને એશિયન પેન્ટ્સ જેવી પ્રમુખ કંપનીઓના શૅરોમાં જબરદસ્ત ખરીદદારીથી મંગળવારે ભારતીય શૅર બજારોમાં ઘણી રોનક જોવા મળી છે.

બીએસઈ
બીએસઈ

એચડીએફસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેન્ક અને એશિયન પેન્ટ્સ જેવી પ્રમુખ કંપનીઓના શૅરોમાં જબરદસ્ત ખરીદદારીથી મંગળવારે ભારતીય શૅર બજારોમાં ઘણી રોનક જોવા મળી છે. બીએસસઈના 30 શૅરો પર આધારિત સેન્સેક્સ ઈન્ડેક્સ 600.87 અંક એટલે 1.54 ટકાની તેજી સાથે 39,574 અંકના સ્તર પર બંધ થયું. તેવી જ રીતે એનએસઈ નિફ્ટી પણ 159.05 અંક એટલે 1.38 ટકાની તેજી સાથે 11,662.40 અંકના સ્તર પર બંધ થયું. સેન્સેક્સ અગાઉના સત્રમાં 38,973.70 પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો.

સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, મારૂતિ, એક્સિસ બેન્ક, બજાજ ઑટો, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, હિન્દુસ્તાન યૂનિલીવર, ભારતી એરટેલ, ટાઈટન, આઈટીસી, ટીસીએસ, ઓએનજીસી, પાવરગ્રિડના શૅર લીલા નિશાન સાથે કારોબાર કરીને બંધ થયા છે.

તેમ જ ટાટા સ્ટીલના શૅરોમાં સૌથી વધારે 1.26 ટકાનો ઘટાડો જોવા મળ્યો. એ સિવાય નેસ્લે ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, સન ફાર્મા, એનટીપીસી અને રિલાયન્સના શૅર લાલ નિશાન સાથે બંધ થયું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK