Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Closing Bell: વધારા સાથે બંધ થયું બજાર, SBI, ICICI બેન્કમાં આવી તેજી

Closing Bell: વધારા સાથે બંધ થયું બજાર, SBI, ICICI બેન્કમાં આવી તેજી

23 July, 2020 03:41 PM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Closing Bell: વધારા સાથે બંધ થયું બજાર, SBI, ICICI બેન્કમાં આવી તેજી

બીએસઈ

બીએસઈ


ભારતીય શૅર બજાર ગુરૂવારે વધારા સાથે બંધ થયું. આજે નિફ્ટી 11200 ઉપર બંધ થયુ જ્યારે સેન્સેક્સ 38140.47 પર બંધ થયું. આજના કારોબારમાં નિફ્ટીએ 11,239.80 સુધી પહોંચ્યું, તો સેન્સેક્સ 38,225.03 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ દેખાઈ રહ્યું હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.10% વધીને 13,798.94 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.68%ની મજબૂતીની સાથે 13,004.97 પર બંધ થયા છે.



અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 268.95 અંક એટલે કે 0.71%ની મજબૂતીની સાથે 38140.47 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 103.30 અંક એટલે કે 0.93%ની વધારાની સાથે 11235.90 ના સ્તર પર બંધ થયા છે.


આજે મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ, એફએમસીજી અને ઑટો શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 1.00%ના વધારાની સાથે 23,111.90 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી શેરોમાં દબાણ જોવા મળ્યું છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં આઈશર મોટર્સ, રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટેક મહિન્દ્રા અને એસબીઆઈ 3.26-4.87% સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં એક્સિસ બેન્ક, શ્રી સિમેન્ટ, એચયુએલ, ટીસીએસ, ઈન્ફોસિસ અને ગ્રાસિમ 0.55-3.77% સુધી ઘટીને બંધ થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2020 03:41 PM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK