Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નવાં પરિબળોની રાહમાં લિબિયાનું તણખલું પકડી સોનાના ભાવ મક્કમ

નવાં પરિબળોની રાહમાં લિબિયાનું તણખલું પકડી સોનાના ભાવ મક્કમ

21 January, 2020 09:42 AM IST | Mumbai
Bullion Watch

નવાં પરિબળોની રાહમાં લિબિયાનું તણખલું પકડી સોનાના ભાવ મક્કમ

ગોલ્ડ

ગોલ્ડ


સોનાના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે પ્રથમ તબક્કાની વ્યાપાર સંધિ પર હવે હસ્તાક્ષર થઈ ગયા છે એટલે એ ઘટનાની સફળતા અને એના કારણે વૈશ્વિક વિકાસ પર કેવી અસર પડશે એના પર બજારની નજર છે. બીજી તરફ લિબિયામાં ઉગ્રવાદીઓએ સરકારી કંપનીઓના ક્રૂડ ઑઇલના ઉત્પાદન પર અંકુશ મેળવી લીધો હોવાથી ફરી એક વખત અખાતમાં તંગદિલી જેવું વાતાવરણ રહે એવી શક્યતા છે. બજારમાં અત્યારે સાવધાનીપૂર્વક વ્યાપાર થઈ રહ્યો છે. એક તરફ આર્થિક વિકાસની ગતિ ધીમી પડશે એવી ઇન્ટરનૅશનલ મૉનિટરી ફંડે આગાહી કરી છે, પણ જોખમો ઘટી રહ્યાં હોવાનો પણ મત દર્શાવ્યો છે એટલે સોનું એક સપ્તાહની ઉપરની સપાટીએ ટકી રહેવા પ્રયત્ન કરી રહ્યું છે.

વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું ૦.૧૮ ટકા કે ૨.૮૧ ડૉલર વધી ૧૫૬૦.૦૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ હતું. ચાંદીના હાજરના ભાવ પણ ૦.૦૪ ટકા વધી ૧૮.૦૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ મજબૂત હતા. કોમેક્સ ખાતે વાયદો ૧૫૬૦.૨૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ સ્થિર છે, જ્યારે ચાંદી ૦.૦૨ ડૉલર ઘટી ૧૮.૦૫૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.



મુંબઈ ખાતે હાજર સોનું ૭૦ વધી ૪૧,૨૮૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૬૦ વધી ૪૧,૩૨૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૯,૯૦૦ ખૂલી ઉપરમાં ૪૦,૦૦૦ અને નીચામાં ૩૯,૮૮૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૫ વધીને ૩૯,૯૭૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૬ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૧,૮૮૨ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨ વધીને ૧ ગ્રામદીઠ ૩૯૭૫ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિનિ ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૪ વધીને બંધમાં ૩૯,૯૫૪ રૂપિયાના ભાવ રહ્યા હતા.

હાજરમાં ચાંદી ૩૫ વધી મુંબઈ ખાતે ૪૮,૦૨૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૪૮,૦૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવ હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૬,૭૦૮ ખૂલી ઉપરમાં ૪૬,૮૮૦ અને નીચામાં ૪૬,૬૦૧ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૭ વધીને ૪૬,૭૯૩ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૪૬ વધીને ૪૬,૮૧૪ રૂપિયા અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૫૪ વધીને ૪૬,૮૧૯ રૂપિયા બંધ રહ્યા હતા.


ડૉલર સામે રૂપિયો નબળો

ક્રૂડ ઑઇલના ઊંચા ભાવ અને સ્થાનિક શૅરબજારમાં જોવા મળેલી વેચવાલીના કારણે ગઈ કાલે ડૉલર સામે રૂપિયો નબળો બંધ આવ્યો હતો. દિવસની શરૂઆતમાં રૂપિયો ૭૧.૦૭ની નબળી સપાટીએ ખૂલી વધુ ઘટીને ૭૧.૧૫ થયા બાદ સત્રના અંતે ૭૧.૧૧ની સપાટીએ બંધ આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2020 09:42 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK