Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મંગળવારના ઘટાડા બાદ વૈશ્વિક સોનાના ભાવમાં 1600ની સપાટીએ સ્થિર

મંગળવારના ઘટાડા બાદ વૈશ્વિક સોનાના ભાવમાં 1600ની સપાટીએ સ્થિર

02 April, 2020 12:22 PM IST | Mumbai
Bullion Watch

મંગળવારના ઘટાડા બાદ વૈશ્વિક સોનાના ભાવમાં 1600ની સપાટીએ સ્થિર

ગોલ્ડ

ગોલ્ડ


શૅરબજારમાં ઘટાડા બાદ મંગળવારે સોનું અને ચાંદી પણ ઘટ્યાં હતાં. આગલા ઘટાડા બાદ અમેરિકામાં એડીપી રોજગારીના આંકડા આવ્યા હતા જે ૩૭,૦૦૦ લોકોની રોજગારી ઘટી હોવાનું જણાવી રહ્યા છે. આ આંકડા અપેક્ષા કરતાં સારા આવ્યા છે. જોકે શૅરબજારમાં આજે પણ ઘટાડો જોવા મળી શકે છે એવો એશિયા, યુરોપ અને અમેરિકન સ્ટૉક ફ્યુચર્સનો સંકેત મળી રહ્યો હોવાથી સોનું અને ચાંદીના ભાવ ૧૬૦૦ ડૉલર પ્રતિ ઔંસ કે ૧૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ ટકી રહેવા પ્રયત્ન કરી રહ્યા છે.

સોનાનો વાયદો મંગળવારે ૧૬૪૩ ડૉલર સામે ઘટી ૧૫૯૬ ડૉલર પ્રતિ ઔંસ બંધ રહ્યો હતો જ્યારે ચાંદી વાયદો સાત સેન્ટ વધી ૧૪.૨૦ ડૉલર પ્રતિ ઔંસ ઉપર બંધ રહ્યો હતો. બજારમાં શૅરબજારની જેમ ઉછાળે વેચવાલી આવી રહી છે અને સમગ્ર નાણાકીય બજારમાં જે ઊથલપાથલ જોવા મળી રહી છે તેવી જ અસર બુલિયન ટ્રેડિંગમાં પણ જોવા મળી રહી છે.



બુધવારે કોમેકસ ઉપર જૂન ગોલ્ડ વાયદો ૦.૧૩ ટકા કે બે ડૉલર વધી ૧૫૯૮.૬૦ અને હાજરમાં ૦.૪૯ ટકા કે ૭.૭૬ ડૉલર વધી ૧૫૮૪.૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી હતી. ચાંદીનો વાયદો જોકે ૦.૪૩ ટકા કે ૬ સેન્ટ ઘટી ૧૪.૧૦ અને હાજરમાં ૧ સેન્ટ વધી ૧૩.૯૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર હતા.


દરમ્યાન ભારત ખાતે સોનાનો એપ્રિલ વાયદો આજે ૨૪૫ વધી ૪૩,૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામ બંધ આવ્યો હતો. જૂન વાયદો પણ ૧૭૪ વધી ૪૩,૧૩૦ની સપાટી ઉપર બંધ રહ્યો હતો. ચાંદીનો મે વાયદો ૩૩૨ વધી ૩૯,૮૫૫ રૂપિયા પ્રતિ એક કિલો બંધ રહ્યો હતો. હાજરમાં લૉકડાઉનના કારણે બજારો બંધ છે પણ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ અસોસિએશનના રેફરન્સ રેટ (ટૅક્સરહિત ભાવ) અનુસાર પ્રતિ ૧૦ ગ્રામ ૩૦૦ વધી ૪૩,૪૭૪ અને ચાંદી ૫૦ વધી ૩૯,૨૫૦ રૂપિયા પ્રતિ કિલો બંધ આવી હતી.

માર્ચમાં ભારતમાં વાયદામાં સોનું વધ્યું, ચાંદી ઘટી


માર્ચ મહિના દરમ્યાન ભારતમાં સોના અને ચાંદીના વાયદામાં સામસામે રાહ જોવા મળ્યા હતા. સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૮૫૮નો ઉછાળો હતો, જ્યારે ચાંદીમાં કિલોદીઠ ૪૮૮૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. બિનલોહ ધાતુઓ એકંદરે ઘટીને બંધ થઈ હતી. ગોલ્ડ-ગિનીનો એપ્રિલ વાયદો ૮ ગ્રામદીઠ ૩૩,૪૨૦ ખૂલી, મહિનાના અંતે ૧૪૦૩ (૪.૨૨ ટકા) વધી ૩૪,૬૮૭ રૂપિયા થયો હતો.

ચાંદીના વાયદાઓમાં મે વાયદો મહિનાના પ્રારંભે કિલોદીઠ ૪૫,૨૦૦ ખૂલી, મહિના દરમ્યાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં ૪૭,૮૭૦ અને નીચામાં ૩૩,૫૮૦ના મથાળે અથડાઈ, આગલા મહિનાના ૪૪,૪૦૩ રૂપિયાના બંધ સામે સમીક્ષા હેઠળના મહિનાના અંતે ૪૮૮૦ (૧૦.૯૯ ટકા)ના ભાવઘટાડા સાથે ૩૯,૫૨૩ રૂપિયાના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ વાયદો કિલોદીઠ ૪૫,૦૦૦ના ભાવે ખૂલી, મહિના દરમ્યાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં ૪૭,૮૯૫ અને નીચામાં ૩૩,૩૦૦ના સ્તરને સ્પર્શી, આગલા મહિનાનાં ૪૪,૪૬૮ના બંધ સામે સમીક્ષા હેઠળના મહિનાના અંતે ૪૯૦૪ (૧૧.૦૩ ટકા)ના ભાવઘટાડા સાથે ૩૯,૫૬૪ રૂપિયાના સ્તરે બંધ થયો હતો.

અમદાવાદમાં સોનાની આયાત ૧૫ વર્ષમાં સૌથી નીચી

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં અમદાવાદ ખાતે સોનાની આયાત ફરી ઘટી ગઈ હતી. ગત નાણાકીય વર્ષમાં આયાત ૩૦ ટકા ઘટી ૫૧.૯૮ ટન રહી હતી જે વર્ષ ૨૦૧૯-૨૦માં ફરી ૩૨.૨ ટકા ઘટી ૩૫.૨૧ ટન રહી છે. માર્ચ ૨૦૨૦માં અમદાવાદ એર કાર્ગો કૉમ્પ્લેક્સ ખાતે માત્ર ૦.૭૧ ટન સોનાની આયાત થઈ હતી જે ગત વર્ષે ૬.૦૮ ટન હતી. કાર્ગો કૉમ્પ્લેક્સ વતી સત્તાવાર રીતે જણાવ્યું હતું કે સતત બીજા વર્ષે અહીં સોનાની આયાત ઘટી છે અને ૨૦૧૯-૨૦ની કુલ આયાત ૧૫ વર્ષમાં સૌથી નીચી રહી છે. છેલ્લાં આઠ નાણાકીય વર્ષમાં અહીં છ વર્ષ સોનાની આયાતમાં વાર્ષિક ધોરણે ઘટાડો જોવા મળી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

02 April, 2020 12:22 PM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK