Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ફેડરલ રિઝર્વે પ્રવાહિતા ઠાલવવાની જાહેરાત કરતાં સોનામાં તીવ્ર ઉછાળો

ફેડરલ રિઝર્વે પ્રવાહિતા ઠાલવવાની જાહેરાત કરતાં સોનામાં તીવ્ર ઉછાળો

24 March, 2020 12:19 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફેડરલ રિઝર્વે પ્રવાહિતા ઠાલવવાની જાહેરાત કરતાં સોનામાં તીવ્ર ઉછાળો

ગોલ્ડ

ગોલ્ડ


વૈશ્વિક બજારમાં શુક્રવારે શૅરબજારમાં જોવા મળેલી વૃદ્ધિ અને સોમવારે અમેરિકામાં ફેડરલ રિઝર્વે કોઈ પણ સીમા વગરના સ્ટિમ્યુલસની જાહેરાત કરતાં તેજી જોવા મળી રહી છે. ત્રણ સપ્તાહમાં ફેડરલ રિઝર્વે આ ત્રીજા પૅકેજની જાહેરાત કરી છે.

બજારની નાણાકીય સ્થિતિ અને આર્થિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે ફેડરલ રિઝર્વે ટ્રેઝરી અને ઍસેટ બેઝ્ડ મૉર્ગેજની ખરીદી કરવાની જાહેરાત કરી છે. આ ખરીદીમાં કેટલા ડૉલરની કુલ ખરીદી કરવામાં આવશે ની કોઈ સીમા રાખવામાં આવી નથી એટલે શૅરબજાર અને અન્ય બજારોમાં ભારે નુકસાનને કારણે રોકડની અછત સર્જાઈ હતી અને એને લીધે સોનું છેલ્લાં બે સપ્તાહમાં સતત ઘટી રહ્યું હતું. આ રોકડની અછત દૂર થશે એવી આશાએ આજે હવે એમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.

કોરોના વાઇરસને કારણે વિશ્વમાં અડધો ડઝન જેટલા દેશોમાં લૉકડાઉન છે અને આર્થિક પ્રવૃત્તિ બંધ પડી રહી છે. લોકો ઘરમાં પુરાઈ ગયા છે અને ધંધો-વ્યાપર બંધ પડી ગયા છે. વ્યાજના દર ઝીરોની નજીક છે અને વિશ્વમાં મંદી આવી રહી છે એવી સ્થિતિમાં જો ફેડરલ રિઝર્વના આજના પગલાથી રોકડ તંગી દૂર થાય તો સોનું વધી શકે છે.



વૈશ્વિક બજારોમાં સોનાના જૂન વાયદામાં ભાવ ૨.૭૭ ડૉલર કે ૪૧.૨૦ ડૉલર વધીને ૧૫૨૯.૩૦ અને હાજરમાં ભાવ ૧.૯૮ ટકા કે ૨૯.૬૬ ડૉલર વધીને ૧૫૨૮.૩૧ ડૉલર પ્રતિ ઔંસ હતા. ચાંદી મે વાયદો ૪.૧૨ ટકા કે ૫૧ સેન્ટ વધીને ૧૨.૯૦ ડૉલર અને હાજરમાં ૨.૫૮ ટકા કે ૩૩ સેન્ટ વધીને ૧૨.૯૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ હતા.


ભારતમાં આજે કોરોના વાઇરસને કારણે હાજર બજારો બંધ હતાં. ખાનગીમાં વૈશ્વિક બજારોમાં ઊંચા ભાવ અને ડૉલર સામે રૂપિયો નબળો પડતાં સોનાનો ભાવ ૪૩,૧૬૦ અને ચાંદી ૩૯,૩૦૫ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો.

એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૦૭૨૧ ખૂલી, ઉપરમાં ૪૦૯૩૭ અને નીચામાં ૩૯૭૬૫ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૦૩ ઘટીને ૪૦૨૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૫૪ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૩૩૯૮ અને ગોલ્ડ-પેટલ માર્ચ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૧ ઘટીને ૧ ગ્રામદીઠ ૩૯૬૪ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૪૯ ઘટીને બંધમાં ૪૦૨૭૦ રૂપિયાના ભાવ રહ્યા હતા.


ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૩૬૪૦૯ ખૂલી, ઉપરમાં ૩૬૭૫૮ અને નીચામાં ૩૫૭૦૦ રૂપિયાના સ્તરને સ્પર્શીને પ્રથમ સત્રના અંતે ૫૧૩ વધીને ૩૬૩૫૬ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ ૫૧૫ વધીને ૩૬૩૯૮ અને ચાંદી-માઇક્રો એપ્રિલ ૪૧૮ વધીને ૩૭૧૨૪ રૂપિયા બંધ રહ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2020 12:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK