અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લાએ આખરે ભારતમાં પ્રવેશ કરી લીધો છે. ટેસ્લાએ બેંગલુરુમાં ભારતીય સબસિડિયરી યુનિટ ખોલ્યું છે. ટેસ્લાએ ભારતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ તેમજ ઈલેક્ટ્રિક વાહનોનો એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે અને આ સબસિડિયરી યુનિટ એનું પહેલું પગલું છે.
રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી) ફાઈલિંગ મુજબ, ટેસ્લાના ગ્લોબલ સિનિયર ડિરેક્ટર ડેવિડ જોન ફિનસ્ટિન, ચીફ એકાઉન્ટિંગ ઓફિસર વૈભવ તનેજા અને બેંગલુરુના એક ઉદ્યોગસાહસિક વેંકટરંગમ શ્રીરામ ટેસ્લાના આ ભારતીય યુનિટના બોર્ડ મેમ્બર હશે. ટેસ્લાએ ભારતમાં પોતાની ઓફિસ ગયા અઠવાડિયે શરૂ કરી હતી, જેની માહિતી મંગળવારે ટેસ્લા ક્લબ ઈન્ડિયાના ટ્વિટર હેન્ડલ પર જાહેર કરાઈ હતી. ટેસ્લાના સીઈઓ અને દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિઓ પૈકીના એલન મસ્કે ગયા મહિને કહ્યું હતું કે, અમારી કંપની આ વર્ષે ભારતમાં યુનિટ શરૂ કરશે. બાદમાં 21 જાન્યુઆરીએ પરિવહનમંત્રી નીતિન ગડકરીએ પણ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું ક। ટેસ્લા 2021ની શરૂઆતમાં ભારતીય બજારમાં પ્રવેશ કરશે.
ટેસ્લા કંપની ભારતમાં મોડેલ-3 સીડાન કાર સાથે આગમન કરશે. જેની કિંમત અંદાજે 60 લાખ રૂપિયા હશે. ફુલ્લી ઇલેક્ટ્રિક કાર 60 કિલોવોટની લિથિયમ-આયર્ન બેટરી ધરાવતી આ કાર એકવાર ચાર્જ થયા પછી 500 કિમીનું અંતર કાપી શકશે. એટલું જ નહીં, મહત્તમ 250 કિ.મી.ની ગતિએ દોડી શકતી આ કાર ફક્ત 3.1 સેકન્ડમાં પ્રતિ કલાક 96 કિ.મી.ની ગતિ પકડી શકશે.
કોરોના વૅક્સિનની શૉર્ટેજની શક્યતા અને ચાઇનીઝ ડિજિટલ કરન્સી અંગેની કમેન્ટથી સોનું વધ્યું
26th January, 2021 11:57 ISTબજેટ લોકોને આશ્ચર્યચકિત કરી દેશે, હજી તો મોટી તેજી બાકી છે: રાકેશ ઝુનઝુનવાલા
26th January, 2021 11:54 ISTવૈશ્વિક નરમાઈ અને પ્રૉફિટ-બુકિંગને પરિણામે શૅરબજારમાં કરેક્શનની હૅટટ્રિક
26th January, 2021 11:50 ISTઆજે પ્રજાસત્તાક દિવસ માટે બંધ રહેશે શૅર માર્કેટ, આ છે આ વર્ષની રજાઓની સૂચિ
26th January, 2021 09:35 IST