એમેઝોનના સેલમાં લેપટોપ પર મળશે 40,000 સુધીનું ઓફ, જાણો ટોપ ઓફર્સ

Published: Sep 18, 2019, 15:22 IST | મુંબઈ

અત્યાર સુધી આ સેલની માત્ર તારીખો સામે આવી હતી. હવે એમેઝોને આ સેલમાં મળનારી નવી ઓફર્સની પણ માહિતી આપી છે. ચાલો જાણીએ ઓફર્સ.

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન સેલ 29 સપ્ટેમ્બરથી શરૂ થઈને 4 ઓક્ટોબર સુધી ચાલશે. આ સેલમાં એમેઝોન પ્રાઈમ મેમ્બર્સને અર્લી એક્સેસ મળશે. એટલે કે દિવસે 28 સપ્ટેમ્બરથી પ્રાઈમ મેમ્બર્સ માટે આ સેલ શરૂ થશે. અત્યાર સુધી આ સેલની માત્ર તારીખો સામે આવી હતી. હવે એમેઝોને આ સેલમાં મળનારી નવી ઓફર્સની પણ માહિતી આપી છે. ચાલો જાણીએ ઓફર્સ.

ગ્રાહકોને આ સેલમાં SBI ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે જ ટોપ બ્રાન્ડ્ઝના લેલટેસ્ટ સ્માર્ટ પોન પર 40 ટકા ઓફ મળશે. હોમ અપ્લાયન્સિસઝ અને ટીવી પર 75 ટકા સુધીનું ઓફ મળશે. સેલમાં Amazon Echo અને Alexa ડિવાઈસિઝ પર વર્ષના બેસ્ટ સેવિંગ ઓપ્શન મળશે. Great Indian Festivalમાં નો કોસ્ટ EMIથી લઈને ડેબિટ અને ક્રેડિટ કાર્ડઝની મોટી રેન્ડમાં ફાઈનાન્સના વિકલ્પ મળશે. બજાજ ફિનસર્વ કાર્ડઝ અને અન્ય ડેબિટ, ક્રેડિટ કાર્ડ પર ઓફરની સાથે Amazon Pay ICICI Credit Card પર અનલિમિટેડ રિવોર્ડ્ઝ પોઈન્ટ પણ મળશે. તો ડોમેસ્ટિક ફ્લાઈટ બુકિંગ પર Rs 2500નું ડિસ્કાઉન્ટ મળશે.

Amazon Great Indian Festival 2019માં સ્માર્ટ ફોન્સ ને મોબાઈલ એસેસેરીઝ પર ઓફર મળવાની છે. જેમાં લેટેસ્ટ સ્માર્ટ ફોન્સ પર 40 ટકા ઓફ સાથે વધારાનું કૅશબેક, એક્સચેન્જ ઓફર્સ, નો કોસ્ટ ઈએમઆઈ, ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ અને ગેરેંટી એક્સચેન્જ પ્રાઈસ ઓફર્સ મળશે. OnePlus, Samsung, Vivoસહિતની બ્રાન્ડઝના 15થી વધુ નવા લોન્ચ આ દરમિયાન થશે. 100થી વધુ સ્માર્ટફોન્સ આ સેલમાં અત્યારસુધીની સૌથી ઓછી કિંમતે મળશે. આ ઉપરાંત આ સેલમાં Samsung, OnePlus, Xiaomi, OPPO, Vivo સહિતની કેટલીક ટોપ બ્રાન્ડઝ પણ ટોપ ઓફર્સ લઈને આવશે. Amazon Great Indian Festival સેલમાં 6000 સુધીની એક્સચેન્જ ઓફર્સ પણ મળશે. મોબાઈલ એસેસરીઝની શરૂઆત 69 રૂપિયાથી થશે. બ્લૂટુથ હેન્ડસેટ્સ પર 70 ટકા સુધીનું ઓફ મળશે. ટોપ રેટેડ પાવર બેન્ક્સ આ સેલમં 399ની કિંમતથી શરૂ થશે.

એપ્લાયન્સિઝ અને ટીવી પર મળનારી ઓફર્સ

આ પ્રોડ્ક્ટ્સ પર સેલમાં 75 ટકા સુધીના ઓફની સાથે નો કોસ્ટ ઈએમઆઈ અને એક્સચેન્જ ઓફર્સ મળશે. સાથે જ આ પ્રોડક્ટ્સ પર ઈન્સ્ટોલેશન અને ડિલિવરી પણ ફ્રી હશે. Samsung, Whirlpool, LG, Xiaomi, Sony જેવી ટોપ બ્રાન્ડ્ઝની પ્રોડક્ટ પર પણ બેસ્ટ ઓફર્સ મળશે. Amazon Great Indian Sale માં OnePlusનું 55 ઈંચનું QLED TV પણ લોન્ચ થશે. તમે 4K TV માત્ર Rs 19,999 દર મહિને ચૂકવીને અપગ્રેડ કરી શકો છો. ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજેટર્સની નો કોસ્ટ ઈએમઆઈ 999 રૂપિયાથી શરૂ થશે. ટોપ લોડ વોશિંગ મશીન્સ 9999 રૂપિયાથી શરૂ થશે. તો સ્પ્લિટ એસી પર 45 ટકા સુધીનું ઓફ મળશે.

કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ પર હશે આ ઓફર્સ

HP, Canon, boAT, Lenovo સહિત 200થી વધુ ટોપ બ્રાન્ડ્ઝ પર 6 હજારથી વધુ ડીલ્સ આ સેલમાં ઉપલબ્ધ થશે. ટોપ પ્રીમિયમ લેપટોપ્સ પર 40,000 સુધીનું ઓફ મળશે. આ સાથે જ ટોપ બ્રાન્ડઝના લેપટોપ્સ પર 12 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈનો ઓપ્શન મળશે. DSLRs અને Mirrorless કેમેરા પર 10 હજાર સુધીનું ઓફ મળશે. હેડફોન્સ અને સ્પીકર્સ પર 60 ટકા ઓફ સુધીની ઓફર્સ મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK