એમેઝોનના CEO બેજોસ સાથે તલાક બાદ મેકેન્ઝી બની વિશ્વની ચોથી ધનવાન મહિલા

મુંબઈ | Apr 05, 2019, 17:45 IST

દુનિયાની સૌથી મોટી કંપની એમેઝોનના CEO જેફ બેજોસ અને તેની પત્નીના ડિવોર્સની પ્રક્રિયા પુરી થઇ ગઇ છે. આ ડિવોર્સ બાદ પુર્વ પત્ની મેકેન્ઝી દુનિયાની સૌથી ધનવાન મહિલા બની ગઇ છે.

એમેઝોનના CEO બેજોસ સાથે તલાક બાદ મેકેન્ઝી બની વિશ્વની ચોથી ધનવાન મહિલા
એમેઝોનના CEO (File Photo)

દુનિયાની સૌથી મોટી કંપની એમેઝોનના CEO જેફ બેજોસ અને તેની પત્નીના ડિવોર્સની પ્રક્રિયા પુરી થઇ ગઇ છે. આ ડિવોર્સ બાદ પુર્વ પત્ની મેકેન્ઝી દુનિયાની સૌથી ધનવાન મહિલા બની ગઇ છે. ડિવોર્સ બાદ તેના ભાગમાં એમેઝોનના 4 ટકા શૅર આવ્યા છે. જેની અત્યારની વેલ્યૂ 36.5 અબજ ડોલર (2.52 લાખ કરોડ રૂપિયા) છે. સંયુક્ત શેર્સમાંથી મેકેન્ઝીને હિસ્સો આપ્યા બાદ પણ જેફ બેજોસ 114 અબજ ડોલર (7.87 લાખ કરોડ રૂપિયા)ની નેટવર્થ સાથે વિશ્વના સૌથી મોટાં ધનવાર બની ગયા છે.


લોરિયલ ગ્રૂપની ફ્રેંકોઇસ મીયર્સ વિશ્વની સૌથી અમીર મહિલા

વિશ્વની 3 સૌથી અમીર મહિલાઓ
નામ             ગ્રુપ              નેટવર્થ (અબજ ડોલર)

ફ્રેંકોઇસ મીયર્સ   લોરિયલ, ફ્રાન્સ         53.7
એલાઇસ વોલ્ટન વોલમાર્ટ,
USA        44.2
જેકલિન માર્સ    માર્સ,
USA            37.1

મેકેન્ઝીએ પોતાના હિસ્સાના વોટિંગ રાઇટ્સ બેજોસને આપ્યા
તલાકના એગ્રીમેન્ટ પ્રમાણે
મેકેન્ઝી સંયુક્ત શૅર્સમાંથી 75 ટકા બેજોસને આપવા અને 25 ટકા પોતાની પાસે રાખવા માટે રાજી થઇ. બંનેની પાસે એમેઝોનના 16 ટકા શૅર હતા. તેમાંથી 4 ટકા હવે મેકેન્ઝી પાસે છે. જો કે, મેકેન્ઝીએ પોતાના હિસ્સાના શૅર્સના વોટિંગ રાઇટ્સ બેજોસને આપ્યા છે.

મેકેન્ઝી એમેઝોનની ત્રીજી મોટી શેર હોલ્ડર
મેકેન્ઝીની પાસે
4 ટકા શૅર્સ આવ્યા બાદ જેફ બેજોસની પાસે એમેઝોનના 12 ટકા શૅર્સ રહી ગયા છે. તેઓ એમેઝોનના સૌથી મોટાં શૅરધારક છે. બીજા નંબરે ઇન્વેસ્ટમેન્ટ ગ્રુન વેનગાર્ડ છે. મેકેન્ઝી ત્રીજી સૌથી મોટી શૅર હોલ્ડર બની ગઇ છે. જેફ બેજોસ અને મેકેન્ઝીએ આ વર્ષે જાન્યુઆરીમાં ડિવોર્સની જાહેરાત કરી હતી. તે સમયે ક્યાસ લગાવવામાં આવ્યા કે, મેકેન્ઝી વિશ્વની સૌથી અમીર મહિલા બની શકે છે. વોશિંગ્ટન કાયદા અનુસાર, લગ્ન બાદ એકઠી થયેલી સંપત્તિ ડિવોર્સ સમયે પતિ-પત્નીમાં સરખા ભાગે વહેંચવામાં આવે છે. આવું થાય છે તો જેફ બેજોસ વિશ્વના અમીરોના લિસ્ટમાં પેહલા નંબરેથી હટીને ચોથા નંબરે આવી જતા. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સમાં માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ (નેટવર્થ 102 અબજ ડોલર) બીજાં નંબરે છે.

આ પણ જુઓ : ગીર: એકમાત્ર અભ્યારણ જે છે એશિયાટિક સિંહોનું ઘર

26 વર્ષ પહેલા નોકરીના ઇન્ટરવ્યુંહમાં મળ્યા હતા
મેકેન્ઝી નોવેલિસ્ટ છે અને તેઓએ ધ ટેસ્ટિંગ ઓફ લૂથર અલબ્રાઇટ અને ટ્રેપ્સ સહિત અનેક પુસ્તકો લખ્યા છે. વર્ષે
1992માં જોબ ઇન્ટરવ્યુ દરમિયાન જેફ બેજોસ સાથે તેની પહેલી મુલાકાત થઇ હતી. તે હેજ ફંડ કંપનીની ડી ઇ શોમાં ઇન્ટરવ્યુ માટે ગઇ હતી. જેફ બેજોસે જ તેનો ઇન્ટરવ્યુ લીધો હતો.

Loading...

Tags

amazon
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK