Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > તોફાની વધઘટ બાદ રિયલ્ટી શૅર્સના ટેકે સેન્સેક્સમાં ઉછાળો

તોફાની વધઘટ બાદ રિયલ્ટી શૅર્સના ટેકે સેન્સેક્સમાં ઉછાળો

21 October, 2020 04:23 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તોફાની વધઘટ બાદ રિયલ્ટી શૅર્સના ટેકે સેન્સેક્સમાં ઉછાળો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજે તોફાની વધઘટ બાદ મેટલ અને રિયલ્ટી શૅર્સના ટેકે સેન્સેક્સ 162.94 પોઈન્ટ્સ (0.4 ટકા) વધીને 40,707.31ના સ્તરે અને નિફ્ટી 40.85 પોઈન્ટ્સ (0.38 ટકા) વધીને 11937.65 બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ એક ટકા જેટલો વધીને 22.92ના સ્તરે બંધ રહ્યો હતો.

વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 33 પોઈન્ટ્સ (0.23 ટકા) વધીને 14,808.5ના સ્તરે અને એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ પાંચ પોઈન્ટ્સ વધીને 14,900 બંધ રહ્યો હતો.



બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરમેન અજય ત્યાગીએ સંકેત આપ્યો કે એક્ટિવલી-મેનેજ્ડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં સિંગલ સ્ટોકમાં 10 ટકાની રોકાણ મર્યાદા વધારવાનો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું કે, 10 ટકા નિયંત્રણ લાદવાનો હેતુ છે કે મૂડીમાં વૈવિધ્યતા રહે. જો કોઈ સ્ક્રિપ સારી કામગીરી ન કરતી હોય તો તમે તેની મર્યાદામાં વધારો કરી શકો નહીં. વૈવિધ્યકરણને ધ્યાનમાં રાખીને 10 ટકાની મર્યાદા રાખવામાં આવી છે.


નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી બૅન્ક 1.33 ટકા, નિફ્ટી ફાઈ.સર્વિસ 1.21 ટકા, નિફ્ટી મેટલ 2.23 ટકા, ફાર્મા 0.01 ટકા, પીએસયુ બૅન્ક 0.73 ટકા, પ્રાઈવેટ બૅન્ક 1.26 ટકા, અને રિયલ્ટી 4.36 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી ઓટો 0.24 ટકા, એફએમસીજી 0.94 ટકા, આઈટી 0.54 ટકા અને નિફ્ટી મીડિયા સૂચકાંક 0.61 ટકા ઘટ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2020 04:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK