ઘઉંના ભાવ ઊઘડતી સીઝને જ ૭૦૦થી ૯૨૫ રૂપિયા પ્રતિ ૨૦ કિલો એટલે કે ક્વિન્ટલના ૩૫૦૦થી ૪૬૨૫ રૂપિયા સુધીના ક્વોટ થાય છે, જે અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ છે.
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં ભરઉનાળે મેઘરાજા છેલ્લા પંદરેક દિવસથી અડ્ડો જમાવીને બેઠા હોવાથી ઘઉં સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે અને એની સૌથી મોટી અસર ઘઉંના ભાવ ઉપર જોવા મળી છે. જીરું, ઇસબગુલ જેવા બીજા શિયાળુ પાકોના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ઘઉંના ભાવ ઊઘડતી સીઝને જ ૭૦૦થી ૯૨૫ રૂપિયા પ્રતિ ૨૦ કિલો એટલે કે ક્વિન્ટલના ૩૫૦૦થી ૪૬૨૫ રૂપિયા સુધીના ક્વોટ થાય છે, જે અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ છે.
ગુજરાતમાં મહુવા મંડીમાં ૨૦ કિલો ઘઉંના ભાવ આજે ઉપરમાં ૯૨૫ રૂપિયા સુધી ક્વોટ થયા હતા, જે ખાનાર વર્ગે જ ખરીદ્યા હતા. ભાલિયા ઘઉંના ભાવની જેમ ટુકડા ઘઉંના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડોના ભાવનો અભ્યાસ કરતા રાજ્યમાં આશરે દશેક સેન્ટરમાં ઘઉંના ભાવ આજે ઊંચામાં ૭૦૦ રૂપિયાથી ઉપર ક્વોટ થયા હતા.