Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ડૉલેક્સ તૂટતાં રૂપિયો અને ઇમર્જિંગ ફૉરેક્સમાં તેજી

ડૉલેક્સ તૂટતાં રૂપિયો અને ઇમર્જિંગ ફૉરેક્સમાં તેજી

16 January, 2023 03:39 PM IST | Mumbai
Biren Vakil | vakilbiren@gmail.com

ચીન રીઓપનિંગ અને રેટ પીકની અટકળે કૉમોડિટીઝ-ક્રિપ્ટો-બૉન્ડ અને શૅરોમાં ઉછાળો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કરન્સી કૉર્નર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


અમેરિકામાં વપરાશી ફુગાવો ઘટતાં વ્યાજદરોમાં ટૉપઆઉટ થવાની ધારણાએ રિસ્ક ઑન ઍસેટમાં તેજી પાછી ફરી છે. ડૉલરમાં કડાકો બોલ્યો છે. યુરો, યુઆન, કોરિયા વોન, બૉન્ડ અને ઇમર્જિંગ બજારો સહિત બધી રિસ્ક ઑન ઍસેટ ડૉલર સામે વધી છે. સોનામાં તેજીની આગેકૂચ રહી છે. રૂપિયામાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. ચાઇના રીઓપનિંગ સ્ટોરીને કારણે ઔદ્યોગિક કૉમોડિટીઝમાં જોરદાર ઉછાળો આવ્યો છે. સ્ટીલ, કૉપર, ટીન, કોલસો અને ક્રૂડમાં તેજી પાછી ફરી છે.

અમેરિકાની વાત કરીએ તો વપરાશી ફુગાવો ૦.૧ ટકા ઘટીને ૬.૫ ટકા થયો હતો. ફુગાવો વધીને ૯ ટકા થયા પછી થોડા મહિનાથી ઘટવા લાગ્યો છે. જોકે હજી પણ વેજ ઇન્ફ્લેશન-પગારોની મોંઘવારી અને સર્વિસ ઇન્ફ્લેશન મજબૂત છે. ઘરભાડાં ઊંચાં છે. ફૂડ ઇન્ફ્લેશન ઊંચું છે. બજારના મતે પહેલી ફેબ્રુઆરીએ વ્યાજદર વધારો પા ટકા એટલે કે ૨૫ બીપીએસ હશે. વ્યાજદર હાલમાં ૪.૭૫ છે એ ૫-૫.૨૫ વચ્ચે પીક થશે અને એ પછી ફેડ ન્યુટ્રલ કે હળવી નાણાનીતિ અપનાવે. વરસના અંતે કદાચ પહેલો રેટ કટ આવે. લાંબા સમયથી બજારો ફેડથી આગળ ચાલે છે. ફેડ ફુગાવાને જજ કરવામાં સતત ગોથા ખાઈ રહી છે. લાંબો સમય ફેડ માનતી રહી કે ફુગાવો કામચલાઉ છે, પછી ફેડે માન્યું કે ફુગાવો સ્ટિકી છે. હાલમાં ફેડ કન્ફ્યુઝ છે એટલે ફેડે ડેટા ડિપેન્ડન્ટ રહેવાનો બચાવ શોધી લીધો છે. ફેડ બે ટકા ફુગાવો આવી જ જશે એમ ભારપૂર્વક કહે છે, પણ જ્યાં સુધી હાઉસિંગ, લેબર અને સર્વિસ ઇન્ફ્લેશન નરમ ન પડે ત્યાં સુધી ફુગાવાનાં જોખમો નજરઅંદાજ કરવા વહેલું ગણાય.



ડૉલેકસમાં ૧૩ ટકા જેવું મોટું અને ઝડપી કરેક્શન આવ્યું છે. હવે ફરી પાછો દેવાનો પડકાર આવ્યો છે.  દેવાની લિમિટ વધારવા શાસક અને વિપક્ષ વચ્ચે માથાકૂટ ચાલુ થઈ છે. જૂન સુધીમાં દેવામર્યાદા ન વધે તો અમેરિકા ડિફૉલ્ટ થઈ શકે. અમેરિકા ડિફૉલ્ટ ટાળવા નવતર પગલાં લઈ શકે એમ નાણાસચિવ જેનેટ યેલેને કહ્યું છે. ડૉલરની તેજી પૂરી થઈ ગઈ છે. 


રૂપિયો બે મહિનાની ઊંચી સપાટી ૮૧.૧૧ થઈ છેલ્લે ૮૧.૫૫ બંધ હતો. ફૉર્વર્ડ પ્રીમિયમ ૧.૮૦ ટકાના બૉટમથી સુધરીને ૨.૨૬ ટકા બંધ હતા. ભારતમાં આર્થિક વિકાસદર ધીમો પડતાં અને ફુગાવો ઘટવાની શક્યતા જોતાં ૨૦૨૩માં રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં પોણો ટકો ઘટાડો કરી શકે. રૂપિયા માટે હાલ પૂરતી રેન્જ ૮૦.૮૦-૮૨.૨૦ ગણાય. અમેરિકા-યુરોપમાં ફુગાવો ઘટે, અંદાજપત્રમાં રાજકોષિય ખાધ કાબૂમાં રહે, ડૉલર ૯૩-૯૫ થાય તો રૂપિયો જૂન સુધીમાં ૭૭-૭૮ થવાની શક્યતા નકારાય નહીં. બ્રૉડ રેન્જ ૭૭-૮૫ સુધીની સમજવી પડે, કેમ કે હવે તમામ બજારો બાયપોલર બની ગયાં છે. 

આ પણ વાંચો : સૉલિડ જૉબડેટા પછી શૅરોમાં જોરદાર ઉછાળો - ડોલેક્સ તૂટ્યો


ક્રિપ્ટો બજારોમાં લાંબા સમય પછી નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. મેમે કૉઇન ઓલ્ટકૉઇન બૉટમથી ૧૦૦-૧૨૫ ટકા વધ્યા છે. બીટકૉઇન પણ ૧૬,૦૦૦થી વધીને ૨૦,૭૦૦ અને ઇથર ૮૮૦થી ઊછળીને ૧૫૦૦ ડૉલર થયો છે. એક અર્થમાં જોઈએ તો ડૉલરની તેજી પૂરી થતાં કૉમોડિટીઝ, બૉન્ડ, ક્રિપ્ટો, શૅરબજારો, ઇમર્જિંગ ફૉરેક્સ એમ બુલ માર્કેટ ઇન એવરીથિંગનો રી-રન દેખાય છે. જોકે વૈશ્વિક મેક્રો ફન્ડામેન્ટલ ઘણાં કમજોર હોવાથી આ તેજી તકલાદી નીવડે તો નવાઈ નહીં.

યુરોપ અને એશિયાની વાત કરીએ તો યુરો પાઉન્ડ, યેન, યુરો અને ઇમર્જિંગ કરન્સીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. બૉન્ડમાં પણ સુધારો છે. ચાઇના રીઓપન અને રેટ પીકે સેન્ટિમેન્ટ બદલી નાખ્યું છે. અમેરિકા, ચીન અને રશિયા વચ્ચે તનાવ વધતાં કરન્સી ફ્લોમાં પણ નવી પેટર્ન જોવાઈ છે. યુઆન-રુબલ, રૂપી-રુબલ, રૂપી-દીરહામ એમ બાઇલેટરલ ટ્રેડ વધી રહ્યા છે. બધા દેશો ડૉલર પર ઓવર ડિપેન્ડન્સ ઘટાડવા માગે છે. એક વરસ પહેલાં રશિયન ફૉરેક્સ બજારમાં યુઆનનો માર્કેટ શૅર ૧ ટકા હતો એ આજે વધીને ૪૮ ટકા થઈ ગયો છે! એનર્જી-ગૅસ, મેટલ્સ બજારમાં પણ વેપારની તરાહ બદલાઈ રહી છે.

કરન્સી રેન્જ ઃ યુરો ૧.૦૬૨૦-૧.૦૯૫૦, પાઉન્ડ ૧.૧૯૦૫-૧.૨૩૫૦, યેન ૧૨૬-૧૩૩, યુરોરૂપી ૮૭-૮૯.૫૦, પાઉન્ડરૂપી ૯૭.૭૦-૧૦૦.૫૦, ડૉલેક્સ ૧૦૦.૩૦-૧૦૪.૪૦. 

Whatsapp-channel Whatsapp-channel

16 January, 2023 03:39 PM IST | Mumbai | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK