સરકાર વીમા કવચ હેઠળ ખેડૂતોને રાહત આપશે
પ્રતીકાત્મક તસવીર
કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે બુધવારે જણાવ્યું હતું કે દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદથી નાના ખેડૂતોને અસર થઈ છે અને તેઓ સરકારની પાક વીમા યોજના હેઠળ વળતર મેળવી રહ્યા છે.
‘એન્હાન્સિંગ ઍગ્રિકલ્ચરલ પ્રોડક્ટિવિટી : ઇન્ટિગ્રેશન ઑફ ઇમ્પ્રૂવ્ડ સીડ્સ ઍન્ડ ઍગ્રિ ઇન્પુટ્સ’ વિષય પરની કૉન્ફરન્સમાં પ્રધાને એમ પણ કહ્યું કે ભારતીય કૃષિ ક્ષેત્ર તેમ જ ખેતીમાં નફો કે નુકસાન વાતાવરણ પર આધારિત છે. તમે બધા હવે અનુભવી રહ્યા હશો કે કમોસમી વરસાદથી નાના અને સીમાંત ખેડૂતોને નુકસાન થયું છે.
ADVERTISEMENT
તેમના જણાવ્યા મુજબ ખેડૂતો પાસે સુરક્ષાકવચ છે, કારણ કે તેઓને પાક વીમા યોજના પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ વળતર મળે છે. આ યોજના ખેડૂતોને પાકના નુકસાન સામે રક્ષણ પૂરું પાડે છે.
દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં આ મહિને કમોસમી વરસાદ થયો છે. અત્યાર સુધીમાં તોમરે કહ્યું કે વીમા કંપનીઓએ અસરગ્રસ્ત ખેડૂતોને ૧.૨૨ લાખ કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે. જોકે તેમણે કહ્યું કે તમામ ખેડૂતો સરકારી યોજના હેઠળ આવરી લેવામાં આવતા નથી. જ્યારે વળતરની રકમ અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપે છે, એ તેમની મહેનતનું વળતર આપતું નથી.

