એક મીડિયા રૂલઇઝ મારફતે તેમણે જણાવ્યું કે “આ એક વિકાસલક્ષી બજેટ છે, જે વર્ષોમાં શ્રેષ્ઠ પૈકીનું એક છે. આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગાર સર્જન બંને પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે."
નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જના MD અને CEO આશિષકુમાર ચૌહાણ
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) 2024 લોકસભાની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી સરકારનું છેલ્લું પૂર્ણ કેન્દ્રીય બજેટ 2023 (Union Budget 2023) રજૂ કર્યું છે. આ બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ, રેલવે અને લોજિસ્ટિક્સ માટે નોંધપાત્ર ભંડોળ ફાળવવામાં આવ્યું છે. સાથે જ મધ્યમ વર્ગને આવકવેરામાં પણ રાહત આપવામાં આવી છે. અમૃતકાળના આ બજેટ બાબતે નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જના MD અને CEO આશિષકુમાર ચૌહાણે પણ પ્રતિક્રિયા આપી છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે તેમણે પોતાના પ્રતિક્રિયા અંગેની નોંધ શૅર કરી હતી. તેમાં તેમણે જણાવ્યું કે “આ એક વિકાસલક્ષી બજેટ છે, જે વર્ષોમાં શ્રેષ્ઠ પૈકીનું એક છે. આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગાર સર્જન બંને પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જ્યારે દરેક વ્યક્તિ માટે આવકવેરો ઘટાડીને અને રાજ્યોને પુષ્કળ નાણાં આપવાનો માર્ગ પણ મોકળો કરવામાં આવ્યો છે.”
ADVERTISEMENT
તેઓ કહે છે કે “રાજકોષીય ખાધ જીડીપીના 6.4%થી ઘટાડીને 5.9% કરવામાં આવી છે, જે આગામી ત્રણ વર્ષમાં 4.5% સુધી પહોંચવાનો સ્પષ્ટ માર્ગ છે. બજેટમાં મૂડીરોકાણ રૂા.7.5 લાખ કરોડથી રૂા. 10 લાખ કરોડ સુધી વધારામાં આવ્યું છે, જેનો ઉપયોગ પીએમ ગતિ શક્તિ અને રસ્તાઓ, રેલવે, બંદરો અને વિમાનમથકો બનાવવા માટે થશે, જેને કારણે સિમેન્ટ અને સ્ટીલ જેવી પાયાની સામગ્રીની માગ વધશે અને બીજી તરફ નોકરીઓનું પણ સર્જન થશે.”
તેમને કહ્યું કે “નાણાકીય ક્ષેત્ર માટે, સંખ્યાબંધ સૂચિત સુધારાઓ દ્વારા MSMEને ધિરાણ સહાય અને GIFT-IFSCને સરળ બનાવવા, સક્ષમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રેગ્યુલેટર્સમાં સિંગલ-વિન્ડો આઇટી સિસ્ટમ વ્યવસાયિક પ્રવૃત્તિને વધારશે. ડેટા એમ્બેસીની સ્થાપના સાયબર ક્રાઇમ સામે મદદ કરશે. આ સંદર્ભમાં, બેન્ક ગવર્નન્સ અને રોકાણકારોની સુરક્ષામાં સુધારો કરવા માટે પ્રસ્તાવિત સુધારાઓ આવકાર્ય છે. IPEF માટે એક સંકલિત IT પોર્ટલ રાખવાથી શેર્સ અને અવેતન ડિવિડન્ડ પરના દાવા કરવામાં મદદ મળશે.”
આ પણ વાંચો: Union Budget 2023: કેવું છે અમૃતકાળનું પહેલું બજેટ? કોને ફાયદો-કોને નુકસાન? જાણો નિષ્ણાતોનો મત
તેમને જણાવ્યું કે “મધ્યમ વર્ગ સુધારેલા ટેક્સ સ્લેબ, વરિષ્ઠ નાગરિકો માટે ઉચ્ચ બચત મર્યાદા અને નવી કર યોજના માટે પ્રોત્સાહનોને આવકારશે. આ બજેટ વૃદ્ધિ અને ભારતીય વપરાશની વાર્તાને સમર્થન આપશે, ચીન અને વિકસિત બજારોમાં વૈશ્વિક ગતિવિધિઓને જોતાં અને બાકીનું વિશ્વ સરળ ન થાય ત્યાં સુધી આપણને સારી સ્થિતિમાં રાખશે. સાથે જ બજેટ રજૂ થાય તે પહેલાં રોકાણકારો કેપિટલ ગેઈનમાં વધારાથી ચિંતિત હતા. ત્યાં કોઈ ફેરફાર નથી, પણ સકારાત્મક પ્રતિક્રિયા સામે આવી છે. એકંદરે આ બજારો માટે ખૂબ જ સકારાત્મક બજેટ છે, જેમાં દરેક માટે કંઈક છે. હું બજેટને 10/10 આપું છું.”

