° °

આજનું ઇ-પેપર
Thursday, 23 March, 2023


Union Budget 2023: 7 લાખ સુધીની આવક પર નહીં ભરવો પડે ટેક્સ, મધ્યમ વર્ગને રાહત

01 February, 2023 02:06 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નવી આવકવેરા પ્રણાલી હેઠળ 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3થી 6 લાખની આવક પર પાંચ ટકા ટેક્સ ચૂકવવો પડશે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક Union Budget 2023

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

બજેટમાં કરદાતાઓ માટે મોટી રાહત જાહેર ટેક્સવામાં આવી છે. હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં, જે આજ સુધી પાંચ લાખ રૂપિયા હતા. નાણાં પ્રધાન નિર્મલા સીતારમને (Nirmala Sitharaman) નવી ટેક્સ પ્રણાલી હેઠળ કરદાતાઓને મોટી રાહત આપી છે. નવી આવકવેરા પ્રણાલી હેઠળ ટેક્સ મુક્તિની મર્યાદા વધારીને 7 લાખ કરવામાં આવી છે.

નવી આવકવેરા પ્રણાલી હેઠળ 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3થી 6 લાખની આવક પર પાંચ ટકા ટેક્સ ચૂકવવો પડશે. 6થી 9 લાખ સુધીની આવક પર 10 ટકા, 9થી 12 લાખની આવક પર 15 ટકા, 12થી 15 લાખ સુધીની આવક પર 20 ટકા અને રૂા. 15 લાખ રૂપિયાથી વધુની આવક 30 ટકા ટેક્સ ભરવો પડશે. જોકે, સાત લાખની સાવક સુધી ટેક્સ રિબેટ મળશે.

આ પણ વાંચો: Union Budget 2023: સપ્તલક્ષી છે આ વર્ષનું બજેટ, જાણો મહત્ત્વના મુદ્દાઓ

વર્તમાન ટેક્સ સ્લેબ

નવા આવકવેરા રિજિમમાં 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી. 2.50થી 5 લાખ રૂપિયાની આવક 5 ટકા ટેક્સ છે, જે 87એ હેઠળની છૂટની જોગવાઈ કરે છે. 5થી 7.50 લાખની આવક પર 10 ટકા, 7.50થી 10 લાખની આવક પર 15 ટકા, 10થી 12.50 લાખની આવક પર 20 ટકા, 12.5થી 15 લાખની આવક પર 25 ટકા અને 15થી વધુની આવક આવક પર લાખ 30 ટકા ટેક્સ ચૂકવવો પડે છે.

અત્યારે ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે 2 વિકલ્પ છે, એટલે કે ITR ફાઇલ કરવાના 2 રસ્તા મળે છે. 1 એપ્રિલ 2020ના રોજ નવો વિકલ્પ આપવામાં આવ્યો હતો. નવા ટેક્સ સ્લેબમાં 5 લાખ રૂપિયાથી વધુની આવક પર ટેક્સના દર ઓછા રાખવામાં આવ્યા હતા, પરંતુ ડિડક્શન નહોતું રખાયું લેવામાં આવ્યું હતું,  જો તમે જૂનો ટેક્સ સ્લેબ પસંદ કરો તો અનેક પ્રકારના ટેક્સ ડિડક્શનનો ફાયદો મળી શકે છે. 

01 February, 2023 02:06 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

શું તમે સારા રોકાણકાર છો?

સૌથી પહેલો સવાલ એ છે કે સારી મ્યુચ્યુઅલ ફન્ડ યોજના એટલે શું? 

23 March, 2023 03:30 IST | Mumbai | Amit Trivedi

હીરો મોટોકૉર્પનાં વાહનો એપ્રિલથી બે ટકા મોંઘાં થશે

ઑન-બોર્ડ ડાયગ્નૉસ્ટિક્સ સંક્રમણને કારણે ખર્ચમાં વધારો થવાને કારણે કિંમતમાં સુધારો કરવો જરૂરી બન્યો છે, એમ કંપનીએ જણાવ્યું હતું.

23 March, 2023 03:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રીમિયમ હોટેલની આવકમાં ૮૦ ટકાનો વધારો થવાની સંભાવના

પ્રીમિયમ હોટેલ ઑક્યુપન્સી દાયકાની સૌથી વધુ રહેવાની ધારણા

23 March, 2023 03:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK