સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે ચૅરિટેબલ અથવા ધાર્મિક ટ્રસ્ટો અને સંસ્થાઓ દ્વારા પુનઃ નોંધણી/મંજૂરી માટે અરજી કરવાની નિયત તારીખ ૨૫ નવેમ્બર, ૨૦૨૨થી વધારીને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
આવકવેરા વિભાગે દેશનાં ચૅરિટેબલ અને ધાર્મિક ટ્રસ્ટો માટે નોંધણી માટે અરજી કરવાની સમયમર્યાદા ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવી છે. આવકવેરા કાયદા હેઠળ ચૅરિટેબલ સંસ્થાઓ, ધાર્મિક ટ્રસ્ટ, તબીબી અને શૈક્ષણિક સંસ્થાઓની આવકને કરમાંથી મુક્તિ આપવામાં આવે છે. જોકે આ સંસ્થાઓએ આઇટી વિભાગ પાસેથી નોંધણી લેવી જરૂરી છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે ચૅરિટેબલ અથવા ધાર્મિક ટ્રસ્ટો અને સંસ્થાઓ દ્વારા પુનઃ નોંધણી/મંજૂરી માટે અરજી કરવાની નિયત તારીખ ૨૫ નવેમ્બર, ૨૦૨૨થી વધારીને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ કરવામાં આવી છે.