Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > વૅલ્યુએશન અને કૉર્પોરેટ પરિણામોના ઉચાટને લઈને શૅરબજારમાં ટેક્નિકલ કરેક્શન

વૅલ્યુએશન અને કૉર્પોરેટ પરિણામોના ઉચાટને લઈને શૅરબજારમાં ટેક્નિકલ કરેક્શન

11 July, 2024 06:58 AM IST | Mumbai
Anil Patel

ઉપલા મથાળેથી ૧૦૪૫ પૉઇન્ટ ગગડ્યા પછી બજાર ખરાબીને અડધી કરવામાં સફળ : મહિન્દ્રમાં સાડાછ ટકાની ખરાબી, ઇન્સાઇડર ટ્રેડિંગની શંકા : પેઇન્ટ્સ શૅર સામા પ્રવાહે રંગતમાં, એશિયન પેઇન્ટ્સ ટૉપ ગેઇનર : ટીસીએસ પાછળ આઇટીમાં માનસ બગડ્યું, ડી-લિન્ક,ઓરિઅનપ્રો નવા શિખરે

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર

કી હાઇલાઇટ્સ

  1. એમક્યૉર ફાર્મા અને બંસલ વાયરનું લિસ્ટિંગ એકંદર સારું નીવડ્યું
  2. મુંબઈની બે સહિત કુલ ચાર કંપનીઓ શુક્રવારે મૂડીબજારમાં
  3. ચા-કૉફી, શુગર, રાઇસ અને ખાતર શૅરો વ્યાપક પ્રૉફિટ બુકિંગમાં

જૂન ક્વૉર્ટરનાં કંપની પરિણામ આશા રખાય છે એટલા ઊજળા નહીં હોવાના વરતારાથી બજારમાં વૅલ્યુએશનની ફિકર વધી ગઈ છે. એફઍન્ડઓ કે ડેરિવેટિવ્સનાં જુગારખાનાં પર પણ સરકારની આંખ રાતી થઈ છે. એની પાછળ સેબી હરકતમાં આવી ગઈ છે. આઇપીઓ ખાસ કરીને SME આઇપીઓના મામલે બેફામ સટ્ટાખોરી ચાલે છે. આખું પ્લૅટફૉર્મ રોકાણના રૂપાળા નામે મની લૉન્ડરિંગનું માધ્યમ છે. સરવાળે ટેક્નિકલ કરેક્શનમાં બુધવારે સેન્સેક્સ ૪૨૭ પૉઇન્ટ ઘટી ૭૯,૯૨૫ તથા નિફ્ટી ૧૦૯ પૉઇન્ટની પીછેહઠમાં ૨૪,૩૨૪ બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૮૦,૪૮૧ના ઓપનિંગ અને ઇન્ટ્રા-ડે હાઈથી ૧૦૪૫ પૉઇન્ટ તૂટી નીચામાં ૭૯,૪૩૬ની અંદર ઊતરી ગયો હતો. બજારનું માર્કેટકૅપ ૧.૨૩ લાખ કરોડ ઘટી ગઈ કાલે ૪૫૦.૦૫ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. મિડકૅપ અને બ્રૉડર માર્કેટ નવા શિખરે જઈને સાધારણ ઘટાડે બંધ થયાં છે. સ્મૉલકૅપ બેન્ચમાર્ક ૦.૭ ટકા માઇનસ હતો. સેન્સેક્સ નિફ્ટીની અડધા ટકા જેવી નરમાઈ સામે ગઈ કાલે ઑટો, પીએસયુ બૅન્ક, આઇટી, મેટલ, નિફ્ટી મીડિયા જેવા સેક્ટોરલ એકથી બે ટકા બગડ્યા છે. FMCG ઇન્ડેક્સ નવી ટૉપ બનાવી ૩૩ પૉઇન્ટ કે ૦.૨ ટકા વધ્યો છે. પાવર તથા યુટિલિટી ઇન્ડેક્સ અડધા ટકા આસપાસ પ્લસ હતો. ખાસ્સી નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૬૯૪ શૅરની સામે ૧૬૪૦ જાતો માઇનસ થઈ છે.

ગાઝામાં શાંતિવાર્તાની હિલચાલમાં ક્રૂડ ઘટાડાતરફી બન્યું છે. એના પગલે પેઇન્ટ્સ શૅરો નબળા બજારમાંય જોરમાં હતા. એશિયન પેઇન્ટ્સ ત્રણ ટકા ઊછળી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો છે. ઇન્ડિગો પેઇન્ટ્સ ૧૦.૭ ટકા, સિરકા પેઇન્ટ્સ ૪.૭ ટકા, કન્સાઈ નેરોલેક ૩.૫ ટકા, બર્જર પેઇન્ટ્સ અઢી ટકા મજબૂત હતા. એન્જલવનમાં ૭૯ ગ્રાહકોના ડેટા લીક થવાના ગંભીર અહેવાલ વચ્ચે પણ શૅર ફક્ત એક ટકો ઘટી ૨૨૨૧ બંધ થયો છે. એક વર્ષમાં એન્જલવનમાં ડેટા લીકનો આ બીજો મામલો છે. બ્લુસ્ટાર અઢી ગણા વૉલ્યુમે ૫.૪ ટકા કે ૯૯ રૂપિયા તૂટી ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બન્યો છે. બૉમ્બે બર્મા પાંચ ટકા ગગડીને ૨૨૫૯ હતો.મહિન્દ્રએ વાહનનું મૉડલ બે લાખ રૂપિયા સસ્તું કર્યું અને રોકાણકારોના ૨૪,૦૮૭ કરોડ રૂપિયા ધોવાઈ ગયા

આગલા દિવસે બે ટકા વધેલો ઑટો ઇન્ડેક્સ ગઈ કાલે ૧.૭ ટકા કે ૯૭૧ પૉઇન્ટ બગડ્યો છે જેમાં મહિન્દ્રનો ફાળો ૮૧૮ પૉઇન્ટ હતો. કંપની તરફથી એના ટૉપ એસયુવી મોડલની પ્રાઇસ ઘટાડી ચાર મહિના માટે ૧૯.૪૯ લાખ કરવામાં આવી છે. આ કારણની આડમાં શૅર ગઈ કાલે છ ગણા કામકાજે નીચામાં ૨૬૯૮ થઈ ૬.૬ ટકા કે ૧૯૪ રૂપિયા તૂટી ૨૭૩૨ બંધ આપી બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. સેન્સેક્સને ૧૫૦ પૉઇન્ટ નડ્યો છે. યુપી સરકારે રોડ ટૅક્સ હાઇબ્રિડ વેહિકલ્સ પર રદ કરતાં મહિન્દ્ર આગલા દિવસે અઢી ટકા ઊંચકાઈ ૨૯૨૬ બંધ થયો હતો. વળતા દિવસે ભાવ આટલો બધો ગગડી જાય એ સાહજિક નથી. ઇન્સાઇડર ટ્રેડિંગની શંકા જાગે છે. બીજી તરફ આગલા દિવસનો હીરો મારુતિ ૧૩,૩૦૦ નજીક વિક્રમી સપાટી નોંધાવી બમણા વૉલ્યુમે સાધારણ ઘટીને ૧૨,૭૭૪ રહ્યો છે. મહિન્દ્રએ તેના વાહનના એક મોડલની કિંમત બે લાખ રૂપિયા ઘટાડી એમાં કંપનીનું માર્કેટકૅપ ગઈ કાલે ૨૪,૦૮૭ કરોડ રૂપિયા સાફ થઈ ગયું છે. આવું આ દેશમાં જ
બને, સેબીને અહીં કશું જ ખોટું નહીં દેખાય.

ગઈ કાલે સેન્સેક્સ નિફ્ટીમાં નોંધપાત્ર ઘટેલા અન્ય શૅરમાં હિન્દાલ્કો, તાતા સ્ટીલ, ટીસીએસ, સ્ટેટ બૅન્ક, HCL ટેક્નૉ, હીરો મોટોકૉર્પ, JSW સ્ટીલ, વિપ્રો, કોટક બૅન્ક એકથી સવાબે ટકા જેવા નરમ હતા. રિલાયન્સ અડધા ટકાની નબળાઈમાં ૩૧૬૭ રહ્યો છે. સામે SBI લાઇફ, HDFC લાઇફ, બ્રિટાનિયા, ડિવીઝ લૅબ, પાવર ગ્રિડ, ગ્રાસિમ, હિન્દુસ્તાન યુનિલીવર, NTPC સવાથી સવાબે ટકા પ્લસ હતા. ટીસીએસ પાછળ આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૪૪ શૅરના ઘટાડે એક ટકો કે ૩૮૦ પૉઇન્ટ લોગઆઉટ થયો છે. ઇન્ફી અડધો ટકો ડાઉન હતો. ડી-લિન્ક ઇન્ડિયા સામા પ્રવાહે ૬૭૫ની ટોચે જઈ ૭.૪ ટકાની તેજીમાં ૬૩૭ હતો. ઓરિઅનપ્રો ૧૬૮૦ના શિખરે જઈ પાંચ ટકા ઊંચકાઈ ત્યાં જ બંધ રહ્યો છે. 

શુક્રવારે માઝગાવની એલિયા કૉમોડિટી અને વડાલાની થ્રીએમ પેપર મૂડીબજારમાં આવશે

ગુજરાતણ નમિતા થાપરની એમક્યોર ફાર્મા શૅરદીઠ ૧૦૦૮ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટના ૩૩૫ના પ્રીમિયમ સામે ૧૩૨૫ ખૂલી ઉપરમાં ૧૩૮૪ થઈ ૧૩૫૭ બંધ થતાં ૩૪.૮ ટકા કે શૅરદીઠ ૩૫૧ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. બંસલ વાયર ૫ના શૅરદીઠ ૨૫૬ની ઇશ્યુ પ્રાઇસ અને ૭૦ના પ્રીમિયમ સામે ૩૫૨ ખૂલી ઉપરમાં ૩૬૯ નજીક જઈ ૩૫૦ બંધ રહેતાં એમાં ૩૬.૮ ટકાનો લિસ્ટિંગ ગેઇન પ્રાપ્ત થયો છે. ગુરુવારે અમ્બે લૅબનું લિસ્ટિંગ છે. પ્રીમિયમ ઘટીને ૨૮ ચાલે છે. ગણેશ ગ્રીન તથા એક્વા ઇન્ફારના લિસ્ટિંગ ૧૨મીએ છે. પ્રીમિયમ અનુક્રમે ૨૪૦ અને ૧૨૦ના છે. અમદાવાદી સહજ સોલરનો શૅરદીઠ ૧૮૦ના ભાવનો SME ઇશ્યુ આજે, ૧૧મીએ ખૂલશે. પ્રીમિયમ ૧૬૪ જેવું છે.

શુક્રવારે એક જ દિવસે ૪ SME ભરણાં ખૂલવાનાં છે. મુંબઈના માઝગાવની એલિયા કૉમોડિટીઝ શૅરદીઠ ૯૫ના ભાવે ૫૧ કરોડનો BSE SME ઇશ્યુ કરશે. કંપની મુખ્યત્વે કાજુનું પ્રોસેસિંગ અને ટ્રેડિંગ કરે છે. આ સિવાય ખાંડ, કઠોળ, ચોખા, સોયાબીન અને વ્હીટ ફ્લોરના ટ્રેડિંગમાં પણ પ્રવૃત્ત છે. કંપનીની આવક-નફામાં કોઈ સાતત્ય નથી. દેવું ૪૧ કરોડ કરતાં વધુનું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૨૦ જેવું ચાલે છે. મુંબઈના વડાલા ખાતેની રિસાઇકલ્ડ પેપરમાંથી ડુપ્લેક્સ બોર્ડ પ્રોડક્ટ્સ બનાવતી થ્રીએમ પેપર બોર્ડ્સ શૅરદીઠ ૬૯ની અપર બૅન્ડમાં ૩૯૮૩ લાખનો BSE SME ઇશ્યુ કરવાની છે. ગયા વર્ષે ૩૩૦ કરોડની આવક ઘટી ૨૭૬ કરોડ થવા છતાં કંપનીએ ૬૬૧ લાખના નફા સામે ૧૧૩૫ લાખ નફો બતાવી દીધો છે. હિસાબી હેરફેરની શંકા જાગે છે. કચ્છી માંડુની કંપની છે ભાઈ, પ્રીમિયમ ૧૧ બોલાય છે. અમદાવાદી પ્રાઇઝોર વિઝટેક શૅરદીઠ ૮૭ની અપર બૅન્ડમાં ૨૫૧૫ લાખનો તથા ભાગલપુરની સતી પોલિપ્લાસ્ટ શૅરદીઠ ૧૩૦ની અપર બૅન્ડમાં ૧૭૩૬ લાખનો SME IPO ૧૨મીએ કરવાની છે. ગ્રે માર્કેટમાં સતીના ૫૦ પ્રીમિયમ બોલાવા માંડ્યા છે. 

માર્જિન અને નફો ઘટવાની દહેશતમાં ટીસીએસ ખરડાયો

અલાયન્સ ઇન્ટિગ્રેટેડ મેટાલિક્સ એક રૂપિયાના શૅરદીઠ બે બોનસમાં એક્સ બોનસની પૂર્વસંધ્યાએ નીચામાં ૮૬ થઈ પોણાદસ ટકા તૂટીને ૮૭ રહ્યો છે. પુણેની આલ્ફાલૉજિક ટેક્સિસ પાંચની ફેસવૅલ્યુવાળા ૪૮ શૅરદીઠ ૧૪ના બોનસમાં ૧૨મીએ એક્સ બોનસ થશે. શૅર પાંચ ટકાની તેજીમાં ૩૪૮ ઉપર બંધ હતો. ૪ ઑગસ્ટે ભાવ ૩૩ની અંદરના તળિયે હતો. પુણેની અન્ય કંપની ફિલ્ટ્રા કન્સલ્ટન્ટ્સ ત્રણ શૅરદીઠ એક બોનસમાં શુક્રવારે બોનસ બાદ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૩૪ થઈ સાધારણ ઘટી ૧૩૦ હતો.

પીજી ઇલેક્ટ્રો પ્લાસ્ટ ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં ઉપરમાં ૪૦૭ થઈ અડધો ટકો ઘટીને ૩૯૭ રહ્યો છે. બ્રિજ સિક્યૉરિટીઝ ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં ગઈ કાલે ૫ ટકાની ઉપલી સર્કિટે સવાચાર નજીક નવી ટૉપ બનાવી ત્યાં જ બંધ થયો છે. ડબ્લ્યુપીઆઇએલ અર્થાત વર્ધિગ્ટન પમ્પ્સ ૧૦ના શૅરદીઠ એક રૂપિયામાં ૧૨મીએ એક્સ સ્પ્લિટ થશે. શૅર ૪૮૪૮ની ઑલટાઇમ હાઈ બનાવી સવા ટકો વધી ૪૮૦૫ હતો. સૂરજ ઇન્ડસ્ટ્રીઝ એક્સ રાઇટ થતાં ૧૦૫ના શિખરે જઈ ૬.૪ ટકા ખરડાઈ ૯૬ બંધ આવ્યો છે. આંધ્રની શરત ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૩૧ના ભાવે ૨૦ શૅરદીઠ ૧૩ શૅરના રાઇટ ઇશ્યુમાં ૧૨મીએ એક્સ રાઇટ થવાની છે. ભાવ ૭૬ થઈને નજીવો ઘટી ૭૩ નજીક બંધ રહ્યો છે.

જીએમ બ્રુઅરીઝમાં આવકમાં ત્રણ ટકાની સામે ત્રિમાસિક નફો ૨૫ ટકા વધીને આવતાં મંગળવારે ઇન્ટ્રા-ડેમાં આવેલો ઊભરો ઝડપથી શમી જતાં ભાવ નીચામાં ૮૪૦ થઈ ૨.૮ ટકા ગગડી ગઈ કાલે ૮૬૫ રહ્યો છે. આઇટી જાયન્ટ ટીસીએસનાં રિઝલ્ટ આજે, ગુરુવારે આવશે. કંપની પોણાપાંચ ટકાના વધારામાં ૬૨,૧૯૦ કરોડ આસપાસની આવક બતાવે એવી ધારણા છે, પણ નફો અગાઉના ૧૫,૯૧૮ કરોડ સામે ૧૫,૨૬૨ કરોડ અપેક્ષિત છે. મતલબ કે માર્જિન ભીંસમાં રહેવાનું છે. શૅર ગઈ કાલે ૪૦૦૩ની ઇન્ટ્રા-ડે હાઈ અને ૩૯૦૨ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી બે ટકા તૂટીને ૩૯૧૦ જેવો બંધ આવ્યો છે. ચાલુ કૅલેન્ડર વર્ષમાં નિફ્ટી પોણાબાર ટકા અને સેન્સેક્સ સાડાદસ ટકા વધ્યો છે. સામે ટીસીએસ માંડ ત્રણ ટકા પ્લસ થયો છે.

શુક્રવારે માઝગાવની એલિયા કૉમોડિટી અને વડાલાની થ્રીએમ પેપર મૂડીબજારમાં આવશે

ગુજરાતણ નમિતા થાપરની એમક્યોર ફાર્મા શૅરદીઠ ૧૦૦૮ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટના ૩૩૫ના પ્રીમિયમ સામે ૧૩૨૫ ખૂલી ઉપરમાં ૧૩૮૪ થઈ ૧૩૫૭ બંધ થતાં ૩૪.૮ ટકા કે શૅરદીઠ ૩૫૧ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. બંસલ વાયર ૫ના શૅરદીઠ ૨૫૬ની ઇશ્યુ પ્રાઇસ અને ૭૦ના પ્રીમિયમ સામે ૩૫૨ ખૂલી ઉપરમાં ૩૬૯ નજીક જઈ ૩૫૦ બંધ રહેતાં એમાં ૩૬.૮ ટકાનો લિસ્ટિંગ ગેઇન પ્રાપ્ત થયો છે. ગુરુવારે અમ્બે લૅબનું લિસ્ટિંગ છે. પ્રીમિયમ ઘટીને ૨૮ ચાલે છે. ગણેશ ગ્રીન તથા એક્વા ઇન્ફારના લિસ્ટિંગ ૧૨મીએ છે. પ્રીમિયમ અનુક્રમે ૨૪૦ અને ૧૨૦ના છે. અમદાવાદી સહજ સોલરનો શૅરદીઠ ૧૮૦ના ભાવનો SME ઇશ્યુ આજે, ૧૧મીએ ખૂલશે. પ્રીમિયમ ૧૬૪ જેવું છે.

શુક્રવારે એક જ દિવસે ૪ SME ભરણાં ખૂલવાનાં છે. મુંબઈના માઝગાવની એલિયા કૉમોડિટીઝ શૅરદીઠ ૯૫ના ભાવે ૫૧ કરોડનો BSE SME ઇશ્યુ કરશે. કંપની મુખ્યત્વે કાજુનું પ્રોસેસિંગ અને ટ્રેડિંગ કરે છે. આ સિવાય ખાંડ, કઠોળ, ચોખા, સોયાબીન અને વ્હીટ ફ્લોરના ટ્રેડિંગમાં પણ પ્રવૃત્ત છે. કંપનીની આવક-નફામાં કોઈ સાતત્ય નથી. દેવું ૪૧ કરોડ કરતાં વધુનું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૨૦ જેવું ચાલે છે. મુંબઈના વડાલા ખાતેની રિસાઇકલ્ડ પેપરમાંથી ડુપ્લેક્સ બોર્ડ પ્રોડક્ટ્સ બનાવતી થ્રીએમ પેપર બોર્ડ્સ શૅરદીઠ ૬૯ની અપર બૅન્ડમાં ૩૯૮૩ લાખનો BSE SME ઇશ્યુ કરવાની છે. ગયા વર્ષે ૩૩૦ કરોડની આવક ઘટી ૨૭૬ કરોડ થવા છતાં કંપનીએ ૬૬૧ લાખના નફા સામે ૧૧૩૫ લાખ નફો બતાવી દીધો છે. હિસાબી હેરફેરની શંકા જાગે છે. કચ્છી માંડુની કંપની છે ભાઈ, પ્રીમિયમ ૧૧ બોલાય છે. અમદાવાદી પ્રાઇઝોર વિઝટેક શૅરદીઠ ૮૭ની અપર બૅન્ડમાં ૨૫૧૫ લાખનો તથા ભાગલપુરની સતી પોલિપ્લાસ્ટ શૅરદીઠ ૧૩૦ની અપર બૅન્ડમાં ૧૭૩૬ લાખનો SME IPO ૧૨મીએ કરવાની છે. ગ્રે માર્કેટમાં સતીના ૫૦ પ્રીમિયમ બોલાવા માંડ્યા છે.

શૉપર્સ સ્ટૉપ તગડા ઉછાળે નવી ટોચે, રેલવિકાસ નિગમ ફરીથી જોરમાં

કેટલીક બૅન્કોમાં લાખો ખાતાં એવા છે કે જેની મારફત બોગસ કામકાજ, મની લૉન્ડરિંગ અને લોનનું એવરગ્રિનિંગ છૂટથી, બે-લગામ ધોરણે થઈ રહ્યું છે, એવી રિઝર્વ બૅન્કે લાલબત્તી ધરી છે. મતલબ કે નોટબંધી, જીએસટી અને સરકારના કહેવાતા કડક કાનૂનથી દેશમાં ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંનો વ્યાપ સદંતર ઘટી ગયો હોવાની વાતો પોકળ છે. ગઈ કાલે બૅન્ક નિફ્ટી ૩૭૯ પૉઇન્ટ કે પોણો ટકો અને પીએસયુ બૅન્ક નિફ્ટી દોઢ ટકો ડાઉન હતો. બૅન્કિંગના ૪૧માંથી ૩૨ શૅર ડૂલ થયા હતા. ફીનો બૅન્ક સામા પ્રવાહે ૩.૪ ટકા સુધરી હતી. બંધન બૅન્ક સવાચાર ટકા અને યસ બૅન્ક ૩.૨ ટકા બગડીને મોખરે હતી.

રેલવિકાસ નિગમ ૧૮૭ કરોડના નવા ઑર્ડરમાં ૧૨.૪ ટકા ઊછળી ૬૧૦ રહ્યો છે. ઇરકોન, રેલટેલ, આઇઆરએફસી બેથી ચાર ટકા સુધરી છે. ટીટાગઢ રેલ ત્રણ ટકા, ભારત અર્થમૂવર દોઢ ટકા, રાઇટ્સ ૧.૭ ટકા, IRCTC અડધો ટકો નરમ હતા. માઝગાવ ડૉક, ગાર્ડન રિચ તથા કોચીન શિપયાર્ડ બેથી ત્રણ ટકા ઘટ્યા છે. આગલા દિવસે ઝમકમાં રહેલા ચા-કૉફી, ખાંડ અને રાઇસ શૅર ગઈ કાલે વ્યાપક પ્રૉફિટ બુકિંગમાં ઘટ્યા હતા. ખાતર શૅરોમાંય આવી જ હાલત હતી. શૉપર્સ સ્ટૉપ ૧૦ ગણા કામકાજે ૯૦૯ની ટોચે જઈ ૧૨૯ રૂપિયાની તેજીમાં ૮૯૭ બંધ થયો છે.

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2024 06:58 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK