Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૨૫૫, ૨૪,૪૭૦ અને નીચામાં ૨૩,૮૬૦ મહત્ત્વની સપાટી

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૨૫૫, ૨૪,૪૭૦ અને નીચામાં ૨૩,૮૬૦ મહત્ત્વની સપાટી

Published : 25 November, 2024 08:36 AM | Modified : 25 November, 2024 08:39 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૨૭૭ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૮૪.૮૫ પૉઇન્ટના નેટ સુધારે ૨૩,૮૮૬.૫૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૫૩૬.૮૦ પૉઇન્ટના નેટ સુધારે ૭૯,૧૧૭.૧૧ બંધ રહ્યો

શેરબજારની પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

શેરબજારની પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૨૭૭ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૮૪.૮૫ પૉઇન્ટના નેટ સુધારે ૨૩,૮૮૬.૫૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૫૩૬.૮૦ પૉઇન્ટના નેટ સુધારે ૭૯,૧૧૭.૧૧ બંધ રહ્યો. ઉપરમાં ૭૯,૨૧૯ ઉપર ૭૯,૬૭૦, ૮૦,૩૧૦, ૮૦,૫૭૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૮,૨૫૦ નીચે ૭૭,૯૫૦, ૭૭,૩૭૫, ૭૬,૮૦૨ સપોર્ટ ગણાય. માસિક એક્સપાયરીનું સપ્તાહ છે. પોઝિશન પ્રમાણે ઉછળકૂદ જોવાશે. વિધાનસભાની ચૂંટણીમાં કમળ ખીલ્યું છે ને હાથમાં સંવિધાનની ચોપડી લઈને ફરતો પપ્પુ નાપાસ થયો છે.


નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. તમે ક્યારેય પણ તાતા કે બિરલા ગ્રુપ વિશે કંઈ અજુગતું સાંભળ્યું છે? મોટે ભાગે અંબાણી અને અદાણી વિશે જ આવતું હોય છે. દુનિયા મુઠ્ઠીમાં કરવા નીકળેલા અનિલ અંબાણીનું આવું થશે એવું ધારેલું? સરકારી બૅન્કોની મોટા ભાગની લોનો આ ગ્રુપની જ છે. આ લોકાનું પણ અનીલ અંબાણી જેવું થાય તો સરકારી બૅન્કોની શું હાલત થાય? જનતાના પૈસા છે. જેની સરકાર હોય તેનાં લાગતાંવળગતાં ગ્રુપોને આંખ મીંચીને લોનો અપાય છે. ચોકસી, મોદી અને માલિયા વિદેશમાં જલસા કરે છે. (અમુક વખતે બ્રેકઆઉટ પછી ભાવો રિટર્ન મૂવમાં તૂટેલી ટ્રેન્ડલાઇન પાસે આવી શકે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૮૬૧.૨૭ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



એયુ સ્મૉલ બૅન્ક (૫૯૫.૭૦) : ૫૫૭.૨૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૯૭ ઉપર ૬૦૬, ૬૧૯, ૬૨૮, ૬૩૨ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૮૧ નીચે ૫૬૯, ૫૫૭ સપોર્ટ ગણાય. 


આઇસીઆઇસીઆઇ બૅન્ક (૧૨૭૮.૦૫) : ૧૩૩૫.૩૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૮૨ ઉપર ૧૩૧૫, ૧૩૩૫ અને એની ઉપર ૧૩૬૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૨૬૨ નીચે ૧૨૫૬, ૧૨૩૨ મહત્ત્વની સપાટી ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૧,૦૮૨.૩૫):  ૫૪,૬૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૧,૨૮૦ ઉપર ૫૧,૩૨૫, ૫૧,૬૬૦, ૫૧,૯૩૦, ૫૨,૨૩૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૦,૭૨૦ નીચે ૫૦,૪૨૦, ૪૯,૮૧૭ સપોર્ટ ગણાય. ૫૧,૨૮૦ ઉપર સુધારાતરફી ગણાય. 


નિફ્ટી ફ્યુચર (૨૩,૮૮૬.૫૫) 

૨૬,૪૦૨.૯૦ના બૉટમથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૯૬૦ ઉપર ધ્યાન સુધારાતરફી ગણાય. ૨૪,૦૬૦, ૨૪,૨૫૫, ૨૪,૪૭૦, ૨૪,૬૬૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૩,૮૬૦, ૨૩,૬૩૫ નીચે ૨૩,૪૭૨, ૨૩,૨૭૭ સપોર્ટ ગણાય. નીચામાં ૨૩,૨૩૦ સુધીની શક્યતા જણાવી હતી. ૨૩,૨૭૭ સુધી આવી ગયું. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

બૅન્ક ઑફ મહારાષ્ટ્ર (૫૨.૯૪) 

૪૭.૩૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૪ ઉપર ૫૭ કુદાવતાં સુધારાતરફી ગણાય. ત્યાર બાદ ૬૪ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૯.૬૦ નીચે ૪૭.૩૭ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

બૅન્ક ઑફ ઇન્ડિયા (૧૦૩.૦૬) 

૯૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન  દર્શાવે છે. ઉપરમાં ૧૦૮ ઉપર ૧૧૫ પ્રતિકારક સપાટી ગણાય જે કુદાવતાં સુધારો આગળ વધશે. નીચામાં ૧૦૦ નીચે ૯૬ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2024 08:39 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK