Stock Market Today: આજે મંગળવારે મિશ્ર વૈશ્વિક સંકેતોની અસર બજાર પર જોવા મળી શકે એવા સંકેત છે. ફ્યુચર્સ માર્કેટમાં ટ્રેડિંગ અને કેશ માર્કેટમાં કેનેરા બેંકમાં ટ્રેડિંગ થઈ શકે છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- યસ બેંક નાની અને મધ્યમ કદની કંપનીઓને ધિરાણમાં વધારો કરી શકે
- કેશ માર્કેટમાંથી કેનેરા બેંકનું સૂચન આપવામાં આવી રહ્યું છે
- આ કંપનીના શેર ખરીદવા અને આ કંપનીના વેચવા જોઈએ
શેરબજારમાં આજે જોરદાર ટ્રેડ (Stock Market Today) થાય તેવા સંકેત મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આજે મંગળવારે મિશ્ર વૈશ્વિક સંકેતોની અસર બજાર પર જોવા મળી શકે એવા સંકેત છે. આ વચ્ચે જ આજે ખરીદ-વેચાણ માટે કયા કયા શેર પસંદ કરી શકાય છે? તે વિષેની રોચક વાતો તમારી સામે મૂકી આપીએ છીએ.
આજે કયા શેરમાં ટ્રેડિંગ કરવામાં આવે તો વધુ ફાયદાકારક નીવડે?
ADVERTISEMENT
એવું કહેવાય છે કે આજે (Stock Market Today) ફ્યુચર્સ માર્કેટમાં ટ્રેડિંગ અને કેશ માર્કેટમાં કેનેરા બેંકમાં ટ્રેડિંગ થઈ શકે છે. યસ બેંક નાની અને મધ્યમ કદની કંપનીઓને ધિરાણમાં વધારો કરશે તેવા ચાંસ છે. કારણ કે તે અસ્કયામતો પર વળતર (ROA) વધારવાનો પ્રયાસ કરે છે. તેના સીઈઓ પ્રશાંત કુમારે સોમવારે આ પ્રકારની જાણકારી આપી હતી.
આઇટી સર્વિસ કંપની અને નોકિયા કોર્પોરેશને તેમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં નવા રોકાણ માટે સંયુક્ત રીતે માલિકીનું 5G વાયરલેસ સોલ્યુશન લોન્ચ કર્યું છે. આ સાથે જ વિપ્રોએ જણાવ્યું હતું કે ઝડપ અને સુરક્ષા તેમજ AI સંચાલિત ઓટોમેશન પ્રદાન કરતી નવી ટેક્નોલોજી કંપનીઓને તેમની ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો તો કરવામાં મદદ કરશે. તો આવી કંપનીના શેર ઉપર પણ ધ્યાન રાખવું રહ્યું.
પેટીએમ કંપનીના સ્થાપક વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ્સ બેંકના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. વધુમાં બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગને તેના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એવું લાગતું હતું કે તેના શેર પર અસર પડશે પરંતુ તમને જણાવી દઈએ કે આજે તેના ટ્રેડિંગમાં તેજી જોવા મળી રહી છે.
આ કંપનીના શેરમાં કરવી જોઈએ ખરીદી
શેરમાર્કેટમાં આજે ટ્રેડિંગ કરવા (Stock Market Today) ઇચ્છુક લોકોને ખાસ કરીને ખરીદી માટે કેશ માર્કેટમાંથી કેનેરા બેંકનું સૂચન આપવામાં આવી રહ્યું છે. રૂ. 560ના સ્ટોપલોસ સાથે આ શેરની ખરીદી કરી શકાય છે. આ શેર રૂ. 584, 588 અને 594ની ઉપરની સપાટીને સ્પર્શી શકે તેવા સંકેત મળી રહ્યા છે.
જો વેચવા જ હોય તો આ શેર વેચી શકાય છે
ફ્યુચર્સ માર્કેટમાં ડિક્સન ટેકના શેર આજે (Stock Market Today) વેચી શકાય છે. અને જો વેચો તો 7100 રૂપિયાના સ્ટોપલોસ સાથે વેચજો. શેરમાં રૂ. 6850, 6755 અને રૂ. 6625ના ડાઉનસાઇડ લક્ષ્યાંક છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ જેફરીઝે શેરને ડાઉનગ્રેડ કર્યો છે.
બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે કેટલાક શેર સેન્ટિમેન્ટના આધારે ટ્રેડિંગ અને રોકાણ (Stock Market Today) માટે લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. આજના ટ્રેડિંગમાં આવા શેરોમાં સારી એવી ટ્રેડિંગ અને નફો જોવા મળી શકે છે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી માહિતી નિષ્ણાતો અને માર્કેટ એનાલિસિસના આધારે છે. જેની ગુજરાતી મિડ-ડે ડોટ કોમ જવાબદારી લેતુ નથી. રોકાણ કરતાં પહેલાં તમારા પર્સનલ ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.)

