Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર, બાવીસથી ૨૪ મહત્ત્વની ટર્નિંગ

નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર, બાવીસથી ૨૪ મહત્ત્વની ટર્નિંગ

Published : 22 June, 2026 09:57 AM | IST | Mumbai
Ashok Trivedi

અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૮૮૧ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૩૭૦.૩૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૦૫૬.૯૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૨૭૪.૯૫ પૉઇન્ટના નેટ સુધારે ૭૬,૮૦૨.૯૦ બંધ રહ્યો. ઉપરમાં ૭૭,૪૯૨ ઉપર ૭૭,૮૫૫, ૭૮,૪૨૦, ૭૮,૬૧૦, ૭૮,૯૯૦, ૭૯,૩૬૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૬,૪૬૯ નીચે ૭૫,૯૭૦ તૂટે તો ૭૫,૬૦૦ સુધી આવી શકે. તા. બાવીસથી ૨૪ જૂન ગેનની ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસો ઊંચા–નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય. સ્કીપ આધારિત કામકાજ કરવું.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. (આ કારણસર આ બધા રાઉન્ડ નંબર અવારનવાર સાયકોલૉજિકલ સપોર્ટ અને રેજિસ્ટન્સ લેવલની ભૂમિકા ભજવે છે.



PERCENTAGE RETRACEMENTS = પર્સન્ટેજ રીટ્રેચમેન્ટનો ઉપયોગ મેજર, ઇન્ટરમિડિયેટ અને માયનર ટ્રેન્ડના ચાર્ટ પર કરી શકાય છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૮૧૩.૫૧ છે જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.


IOB (૩૫.૦૯) : ૩૧.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૭ ઉપર ૪૩ અંતિમ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૩ સપોર્ટ ગણાય. માસિક ચાર્ટ પર સળવળાટ જણાય છે. ધીરજ હોય તો જ ધ્યાન ધરવું. આર્થિક શાંતિ મળી શકે છે.  

યુકો બૅન્ક (૨૭.૫૮) : ૨૧.૮૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૧ ઉપર ૩૪ અંતિમ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૬ નીચે ૨૪ સપોર્ટ ગણાય. માસિક ચાર્ટ પર સળવળાટ જણાય છે. ધીરજ હોય તો જ ધ્યાન ધરવું. આર્થિક શાંતિ મળી શકે છે.


બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૭,૮૬૧.૬૦): ૫૨,૮૭૨.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૮,૦૫૦ ઉપર ૫૮,૦૯૦, ૫૮,૮૦૦, ૫૯,૫૨૦, સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૬,૫૬૦ નીચે ૫૫,૬૫૦ આસપાસ આવી શકે.

નિફ્ટી ફ્યુચર (૨૪,૦૫૬.૯૦) : ૨૩,૧૦૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૨૧૦­ ઉપર ૨૪,૨૩૦, ૨૪,૩૩૦, ૨૪,૪૨૦, ૨૪,૫૧૦, ૨૪,૬૦૪ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૩,૪૯૮ નીચે ૨૩,૮૫૦, ૨૩,૭૬૦, ૨૩,૭૧૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.  

ઇન્ડિયન હોટેલ્સ (૭૨૪.૭૫) : ૫૬૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૨૯ ઉપર ૭૪૯, ૭૬૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૯૮ નીચે ૬૯૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

HDFC બૅન્ક (૭૭૯.૮­૦) : ૭૧૪.૮૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૮૯ ઉપર ૮૦૭ કુદાવે તો ૮૨૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૬૮ નીચે ૭૬૧ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

શૅરની સાથે શેર: તમારા પ્રતાપે કોઈ પેટ ભરશે, તમે એક સિક્કો બચાવી શું કરશો?- રીના પરીખ

Whatsapp-channel Whatsapp-channel

22 June, 2026 09:57 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK