આ કાયદાને પગલે અમુક પ્રકારના NFTને નિયમિત પ્રકારના ક્રિપ્ટો ગણવામાં આવશે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે સાધારણ ઘટાડો થયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૦.૩૨ ટકા (૨૮૩ પૉઇન્ટ) ઘટીને ૮૭,૯૬૬ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૮,૨૪૯ ખૂલીને ૮૮,૮૬૭ની ઉપલી અને ૮૭,૫૭૦ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી બીએનબી ૫.૪૫ ટકા સાથે ટોચનો ઘટનાર હતો. પૉલિગોન, ટોનકૉઇન, લાઇટકૉઇન અને ઇથેરિયમમાં પણ ઘટાડો થયો હતો. કાર્ડાનો, અવાલાંશ, એક્સઆરપી અને શિબા ઇનુમાં વધારો થયો હતો.
દરમ્યાન દક્ષિણ કોરિયાએ ક્રિપ્ટો NFT ઇશ્યુઅર માટે કોરિયન વર્ચ્યુઅલ ઍસેટ યુઝર પ્રોટેક્શન ઍક્ટ નામનો નવો કાયદો ઘડ્યો છે. આ કાયદાને પગલે અમુક પ્રકારના NFTને નિયમિત પ્રકારના ક્રિપ્ટો ગણવામાં આવશે.

