આજના શરૂઆતના કારોબારમાં શૅરમાં 5 ટકાથી વધુનો ઉછાળો આવ્યો અને BSE પર 139.50 રૂપિયાની 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
રેલ વિકાસ નિગમ લિમિટેડ (Rail Vikas Nigam Limited)ના શૅરમાં સતત ઉછાળો જોવા મળ્યો છે. એક મહિનાની જ અંદર શૅરનો ભાવ લગભગ બમણો થઈ ગયો છે. ત્રણ દિવસના કારોબારની વાત કરીએ તો બુધવારના વેપારમાં RVNLનો શૅર ₹130ની 52-સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. BSE પર મંગળવારના બંધ ભાવ ₹118.40થી 3.8% વધીને શૅર ₹123 પર ખુલ્યો હતો. ઈન્ટ્રાડે ટ્રેડિંગમાં શૅર લગભગ 10% વધ્યો હતો. RVNLના શૅર ત્રણ ટ્રેડિંગ સેશનમાં 26% વધ્યા છે. તે જ સમયે, આ શૅર છેલ્લા એક મહિનામાં ૯૦ ટકા જેટલો વધ્યો છે. આ વર્ષે YTDમાં તે 89.79% વધ્યો છે. તો એક વર્ષમાં RVNLનો શૅર 294.24% વધ્યો છે.
આજના શરૂઆતના કારોબારમાં શૅરમાં 5%થી વધુનો ઉછાળો આવ્યો અને BSE પર ₹139.50ની 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. શૅર ₹135.65 પર ખૂલ્યો હતો, જે અગાઉના ₹130.20ના બંધથી 4.2% વધુ હતો.
ADVERTISEMENT
શૅરમાં વધારો થવાનું કારણ
RVNLના શૅરમાં તેજીના ઘણા કારણો છે. રેલવે ફર્મને ઘણા ઑર્ડર મળ્યા બાદ અને `નવરત્ન`નો દરજ્જો મળ્યા બાદ શૅરમાં ઉછાળો આવ્યો છે. કંપનીને એક પછી એક ઘણા મોટા ઑર્ડર મળ્યા છે. બજાજ સાગર પરિયોજના, બાંસવાડા (રાજસ્થાન) એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) સિંગલ રિસ્પોન્સિબિલિટી ટર્નકી બેસિસ પર, જેમાં 10 વર્ષના O&Mનો સમાવેશ થાય છે, જેવા મોટા ઑર્ડર RVNLને મળ્યા હોવાનું કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું.
આ પ્રોજેક્ટ્સની કિંમત રૂા. 2,249 કરોડ છે. કંપનીએ ચેન્નાઈ મેટ્રો રેલ (CMRL) ફેઝ-II પ્રોજેક્ટના કુલ રૂા. 3,146 કરોડના ત્રણ અંડરગ્રાઉન્ડ પેકેજો માટે કોન્ટ્રાક્ટ પણ જીત્યો હતો. વધુમાં BSEના કૉર્પોરેટ ફાઇલિંગમાં, જાહેર સાહસોના વિભાગે RVNLને `નવરત્ન`નો દરજ્જો આપ્યો હતો.
આ પણ વાંચો: શૅરબજારમાં સામાન્ય ઘટાડા સાથે છ દિવસના સુધારાને બ્રેક લાગી, બૅન્કિંગ અને આઇટીમાં
ઇન્વેસ્ટરોએ માત્ર એક મહિનામાં સારું એવું વળતર મેળવ્યું છે. ગુરુવારે કારોબાર દરમિયાન શૅરમાં ઉપરની સર્કિટ લાગી હતી, જ્યારે ભાવ 130.10 પર પહોંચી ગયો હતો. લગભગ 2 કલાક સુધી બાયર્સ વધુ કિંમતે શૅર લેવા તૈયાર હતા, પરંતુ વેચવાલી સાવ અટકી ગઈ હતી.


