સપ્તાહના પહેલા કારોબારી દિવસે શૅર બજારમાં વધારો, આ શૅર્સમાં દેખાઈ તેજી
બીએસઈ
આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલે સોમવારે શૅર બજાર લીલા નિશાનમાં ખુલ્યું છે, બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 215.84 અંક ઉછળીને 37604.50ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 55.10 અંકના વધારા સાથે 11105.35ના સ્તર પર ખુલ્યું છે.
છેલ્લા કારોબારના દિવસે ઘરેલૂ બજાર વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 835.06 અંક ઉપર 37388.66ના સ્તર પર બંધ થયું હતું અને નિફ્ટી 244.70 અંકની તેજી સાથે 11050.25ના સ્તર પર બંધ થયું હતું.
ADVERTISEMENT
મુખ્ય શૅરોમાં આજે બ્રિટાનિયા, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, કોલ ઈન્ડિયા અને ગેલના શૅર લીલા નિશાન પર ખુલ્યું છે. તેમ જ શ્રી સિમેન્ટ, જેએસડબલ્યૂ સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, યૂપીએલ અને ઈન્ફોસિસના શૅર લાલ નિશાન પર ખુલ્યું છે.