આગામી સપ્તાહે રૂપિયામાં બેતરફી વધ-ઘટની સંભાવના છે
પ્રતીકાત્મક તસવીર
ડૉલરની નરમાઈથી ભારતીય રૂપિયામાં ચાલુ સપ્તાહથી એકધારી મંદીને બ્રેક લાગીને શુક્રવારે રૂપિયામાં સુધારો હતો. રૂપિયો ડૉલર સામે ૧૮ પૈસા સુધર્યો હતો. આગામી સપ્તાહે રૂપિયામાં બેતરફી વધ-ઘટની સંભાવના છે. ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૪૯૫૦ પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૨.૫૮૨૫ સુધી પહોંચીને દિવસના અંતે ૮૨.૫૬૨૫ પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસે ૮૨.૭૪ પર બંધ રહ્યો હતો. આમ રૂપિયામાં ૧૭.૭૫ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો.

