Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ફેબ્રુઆરીમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ વધ્યા બાદ ફરી ઘટ્યું

ફેબ્રુઆરીમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ વધ્યા બાદ ફરી ઘટ્યું

17 March, 2023 05:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પેટ્રોલનું વેચાણ માર્ચમાં ૧.૪ ટકા અને ડીઝલનું ૧૦.૨ ટકા ઘટ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશમાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાં ફેબ્રુઆરીમાં નોંધપાત્ર વધારો થયા બાદ માર્ચ મહિનાના પહેલા પખવાડિયામાં ઈંધણની માગમાં ઘટાડો થયો હતો. કૃષિ ક્ષેત્રની મજબૂત માગ તેમ જ શિયાળાની સુસ્તી પછી પરિવહનમાં તેજી આવવાને કારણે ફેબ્રુઆરીમાં ઈંધણનું વેચાણ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. માર્ચ મહિનામાં તાપમાનમાં વધારા સાથે મોસમી માગમાં ઘટાડો થયો છે.
ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં માર્ચના પ્રથમ પખવાડિયામાં પેટ્રોલનું વેચાણ ૧.૪ ટકા ઘટીને ૧૨.૨૦ લાખ ટન થયું હતું. ડેટા દર્શાવે છે કે મહિને દર મહિને વેચાણ ૦.૫ ટકા ઘટ્યું છે.

ડીઝલ જેવા દેશમાં સૌથી વધુ વપરાશમાં લેવાયેલા ઈંધણની માગ ૧થી ૧૫ માર્ચ દરમ્યાન ૧૦.૨ ટકા ઘટીને ૩૧.૮ લાખ ટન થઈ હતી, જ્યારે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ૩૫.૪ લાખ ટન વેચાણ થયું હતું. મહિને દર મહિને માગ ૪.૬ ટકા ઘટી હતી.



ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયામાં પેટ્રોલનો વપરાશ વાર્ષિક ધોરણે લગભગ ૧૮ ટકા વધ્યો હતો, જ્યારે ડીઝલના વેચાણમાં લગભગ ૨૫ ટકાનો વધારો થયો હતો.


માર્ચ ૨૦૨૧ના પ્રથમ પખવાડિયામાં પેટ્રોલનો વપરાશ કોવિડ-મેરિડ માર્ચ ૨૦૨૧ના પહેલા પખવાડિયા કરતાં ૧૬.૪ ટકા વધુ છે. ૨૦૨૦ના સમાન ગાળાની તુલનાએ ૨૩ ટક વધુ છે. 

ડીઝલનો વપરાશ માર્ચ ૨૦૨૧ના પખવાડિયામાં ૧૧.૫ ટકા અને ૨૦૨૦ કરતાં ૨૦.૨ ટકા વધુ હતો.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2023 05:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK