ઇન્ડોસ્પેસ એ ભારતમાં ગ્રેડ ‘એ’ ઔદ્યોગિક અને લૉજિસ્ટિક્સ રિયલ એસ્ટેટના સૌથી મોટા રોકાણકાર, વિકાસકર્તા અને ઑપરેટર પૈકી એક છે. એની પાસે ૫૦ લૉજિસ્ટિક્સ પાર્કનું રાષ્ટ્રીય નેટવર્ક છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
કૅનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડે ભારતમાં ઔદ્યોગિક અને લૉજિસ્ટિક્સ પાર્ક વિકસાવવા ઇન્ડોસ્પેસના નવા રિયલ એસ્ટેટ ફન્ડમાં ૨૦૫૦ લાખ ડૉલરનું રોકાણ કરવા પ્રતિબદ્ધ છે.
ઇન્ડોસ્પેસ એ ભારતમાં ગ્રેડ ‘એ’ ઔદ્યોગિક અને લૉજિસ્ટિક્સ રિયલ એસ્ટેટના સૌથી મોટા રોકાણકાર, વિકાસકર્તા અને ઑપરેટર પૈકી એક છે. એની પાસે ૫૦ લૉજિસ્ટિક્સ પાર્કનું રાષ્ટ્રીય નેટવર્ક છે, જેમાં ૫૬૦ લાખ ચોરસફુટ ૧૦ શહેરોમાં વિતરિત/વિકાસ હેઠળ છે.
આ પણ વાંચો : ભારત નિર્વિવાદપણે વૈશ્વિક પાવરહાઉસ છે : સાઉથ કોરિયા
એક નિવેદન અનુસાર કૅનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (સીપીપી ઇન્વેસ્ટમેન્ટ્સ) દ્વારા રોકાણ એ ઇન્ડોસ્પેસ લૉજિસ્ટિક્સ પાર્ક માટે પ્રથમ કરાર છે, જે કંપનીનું ચોથું ડેવલપમેન્ટ છે જે કુલ ઇક્વિટી પ્રતિબદ્ધતાઓના ૬૦૦૦ લાખ ડૉલરને લક્ષ્યાંકિત કરે છે. સીપીપી ઇન્વેસ્ટમેન્ટ્સ નવા ફન્ડમાં ઍન્કર રોકાણકાર છે. આ સીપીપી ઇન્વેસ્ટમેન્ટ્સ અને ઇન્ડોસ્પેસ વચ્ચેનું નવીનતમ સાહસ છે.