Paisa Ni Vaat: મિલન વૈષ્ણવ કહે છે આ બાબતે સૌથી મોટી માન્યતા એ છે કે શૅર બજાર પૈસાદાર બનવાનો ઝડપી રસ્તો છે. ખરેખર તો સફળતા શિસ્તબદ્ધ રોકાણથી જ મળે છે. તે બાદ રિસ્ક મૅનેજમેન્ટ અને લાંબા સામે સુધી ધીરજ રાખવી, બજારો વ્યૂહરચના અને જ્ઞાનને પુરસ્કાર આપે છે.
CMT, MSTA મિલન વૈષ્ણવ (તસવીર ડિઝાાઈન: કિશોર સોસા)
કી હાઇલાઇટ્સ
- બજારો સમસ્યા નથી પણ તૈયારીનો અભાવ મુશ્કેલી નિર્માણ કરી શકે છે.
- ખરેખર તો સફળતા શિસ્તબદ્ધ રોકાણથી જ મળે છે.
- સોશિયલ મીડિયાની ટીપથી ઇન્વેસ્ટ કરવાનું ટાળો.
ગુજરાતીમાં સુપ્રસિદ્ધ કહેવત છે કે ‘આજે રોકડા ને ઉધાર કાલે’ જેનો સરળ અર્થ છે ‘રોકડા તે ખરા; ઉધારની વાત નહીં’. જોકે, ઉપભોક્તાવાદને પગલે આ કહેવતનો અર્થ એમ કરીએ કે ‘આજે રોકડા (લોન) ને ઉધાર (ઇએમઆઈ) કાલે’ તો પણ અતિષિયોક્તિ નથી. આવી સ્થિતિમાં યોગ્ય નાણાકીય નિર્ણયો કેવી રીતે લેવા? કઈ બાબતોનું ધ્યાન રાખવું? ઇન્વેસ્ટમેન્ટ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવું? આ બધા જ સવાલોના જવાબ આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે નવું નજરાણું ‘પૈસાની વાત’ (Paisa Ni Vaat). આ કૉલમમાં આપણે મળીશું ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સને અને તેમની પાસેથી જાણીશું ફાઇનનાન્સના કેટલાક મૂળભૂત ફંડા. આજના એપિસોડમાં આપણી સાથે છે CMT અને MSTA મિલન વૈષ્ણવ જે જેઓ આપણને શૅર માર્કેટ અને ભારતીય અર્થવ્યવસ્થા બાબતે કેટલીક મહત્ત્વની બાબતો જણાવશે.
શૅર બજારની સૌથી મોટી માન્યતા શું છે?
ADVERTISEMENT
મિલન વૈષ્ણવ કહે છે આ બાબતે સૌથી મોટી માન્યતા એ છે કે શૅર બજાર પૈસાદાર બનવાનો ઝડપી રસ્તો છે. ખરેખર તો સફળતા શિસ્તબદ્ધ રોકાણથી જ મળે છે. તે બાદ રિસ્ક મૅનેજમેન્ટ અને લાંબા સામે સુધી ધીરજ રાખવી, બજારો વ્યૂહરચના અને જ્ઞાનને પુરસ્કાર આપે છે, અટકળો અને શોર્ટકટથી નહીં.
બજારો વિશે તમારા યુવાનનોને તમે શું સલાહ આપશો?
મિલન વૈષ્ણવ કહે છે કે વળતરની સાથે સાથે તેના જોખમ પર પણ એટલું જ ધ્યાન કેન્દ્રિત કરો - તેમરી તમારી મૂડીનું રક્ષણ કરવું એ લાંબા ગાળાની સફળતાની ચાવી છે. શિસ્તબદ્ધ, નિયમ-આધારિત અભિગમ અપનાવો અને ભાવનાત્મક નિર્ણય લેવાનું ટાળો. સૌથી અગત્યનું, ધીરજ અને સુસંગતતા હંમેશા ટૂંકા ગાળાના અનુમાન કરતાં વધુ સારો વિકલ્પ છે.
ઘણા યુવા રોકાણકારો ફ્યુચર્સ અને ઑપ્શન્સ સાથે નફાને ધ્યાનમાં રાખીને આગળ વધે છે અને અનેક વખત તેઓ ઇન્વેસ્ટ કરેલી રકમ ગુમાવે છે, ત્યારે તેમના મનમાં બજારો વિશે અવિશ્વાસ ઊભો થાય છે. આ બાબતે મિલન વૈષ્ણવ કહે છે કે ફ્યુચર્સ અને ઑપ્શન્સ શક્તિશાળી સાધનો હોઈ શકે છે, પરંતુ જલદી પ્રૉફિટનો પીછો કરતા યુવાન રોકાણકારોની ઘણીવાર ગેરસમજ થાય છે. યોગ્ય રિસ્ક મૅનેજમેન્ટ વગર, ઉધાર લીધેલી રકમથી રોકાણ કરવું તે ઝડપથી મૂડીનો નાશ કરી શકે છે, જેનાથી ભ્રમ નિર્માણ થાય છે. ડેરિવેટિવ્ઝમાં સફળતા માટે શિક્ષણ, શિસ્ત અને સ્પષ્ટ વ્યૂહરચના જરૂરી છે - બજારો સમસ્યા નથી પણ તૈયારીનો અભાવ મુશ્કેલી નિર્માણ કરી શકે છે.
આ સાથે એક બીજી બધી વાતોથી ઉપર અને અગત્યની વાત એમ કે યુવાનોએ આ અંગે કોઈપણ બાબતનું ઝડપી જ્ઞાન આપવા કે મેળવવા માટે ખૂબ જ સચેત અને સાવધ રહેવું જોઈએ. યુટ્યુબ કે અન્ય કોઈ સોશિયલ મીડિયાની ટીપથી ઇન્વેસ્ટ કરવાનું ટાળો.

