ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > બિઝનેસ સમાચાર > > > દેશની માત્ર ૨૪ ટકા કંપનીઓ જ સાઇબર સિક્યૉરિટી માટે સક્ષમ

દેશની માત્ર ૨૪ ટકા કંપનીઓ જ સાઇબર સિક્યૉરિટી માટે સક્ષમ

22 March, 2023 04:33 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિસ્કો નામની કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેનું તારણ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં સર્વે મુજબ માત્ર ૨૪ ટકા સંસ્થાઓ આધુનિક સાઇબર સુરક્ષા-સિક્યૉરિટી જોખમો સામે રક્ષણ કરી શકે એ માટે જરૂરી ‘પરિપક્વ’ સ્તરની તૈયારી ધરાવે છે, એમ સિસ્કો દ્વારા બહાર પાડવામાં આવેલા અભ્યાસનું તારણ બહાર આવ્યું છે.

સિસ્કોએ એક અલગ અહેવાલમાં જણાવ્યું હતું કે એનો હેતુ સમગ્ર ભારતમાં ત્રણ વર્ષમાં પાંચ લાખ સાઇબર સુરક્ષા વ્યાવસાયિકોને તાલીમ આપવાનો છે.


સિસ્કોના સૌપ્રથમ સાઇબર સિક્યૉરિટી રેડીનેસ ઇન્ડેક્સે હાઇલાઇટ કર્યું છે કે જ્યાં વ્યવસાયો સારો દેખાવ કરી રહ્યા છે અને જો વૈશ્વિક વ્યાપાર અને સુરક્ષા માટે નેતાઓ પગલાં નહીં લે તો સાઇબર સુરક્ષાની તૈયારીમાં અંતર વધશે.


તૈયારી કરવી એ નિર્ણાયક છે એ વાતને રેખાંકિત કરતાં સિસ્કોના અભ્યાસમાં બહાર આવ્યું છે કે ૯૦ ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે તેઓ આગામી ૧૨થી ૨૪ મહિનામાં સાઇબર સુરક્ષાની ઘટનાને કારણે તેમના વ્યવસાયને ખોરવી નાખશે એવી અપેક્ષા રાખે છે.

સાઇબર સુરક્ષા તત્પરતા પર વૈશ્વિક સરેરાશ ૧૫ ટકા કરતાં વધુ પ્રદર્શન કરીને ભારતે પરિપક્વતા (૨૪ ટકા)ના સંદર્ભમાં વૈશ્વિક ચાર્ટમાં ઉચ્ચ સ્કોર મેળવ્યો છે. ભારતમાં લગભગ ૩૮ ટકા કંપનીઓ પ્રારંભિક અથવા રચનાત્મક તબક્કામાં આવે છે.


સ્વતંત્ર તૃતીય-પક્ષ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં ૨૭ બજારોમાં ૬૭૦૦ ખાનગી ક્ષેત્રના સાઇબર સુરક્ષા નેતાઓને સૂચવવા માટે કહેવામાં આવ્યું હતું કે તેઓએ કયા સૉલ્યુશનનો ઉપયોગ કર્યો છે અને કયા તબક્કે છે. ત્યાર બાદ કંપનીઓને તૈયારી વધારવાના ચાર તબક્કામાં વર્ગીકૃત કરવામાં આવી હતી - શિખાઉ, રચનાત્મક, પ્રગતિશીલ અને પરિપક્વનો સમાવેશ થાય છે.

22 March, 2023 04:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK