Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૫,૯૫૮, ૨૬,૦૩૩ અને નીચામાં ૨૫,૫૭૩ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૫,૯૫૮, ૨૬,૦૩૩ અને નીચામાં ૨૫,૫૭૩ મહત્ત્વની સપાટીઓ

Published : 19 January, 2026 07:45 AM | Modified : 19 January, 2026 07:45 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૯૫૦.૫૪ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૫૭૩.૨૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૩૬.૮૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૫,૭૫૧.૫૦ બંધ રહ્યુ તેમ જ BSE ઇન્ડેક્સ ૫.૮૯ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૩,૫૭૦.૩૫ બંધ રહ્યો. ઉપરમાં ૮૪,૧૩૪, ૮૪,૨૫૮, ૮૪,૪૪0 ઉપર સુધારાતરફી ગણાય. નીચામાં ૮૩,૧૮૫, ૮૨,૮૬૧ નીચે ૮૨,૬૭૦ રસાકસીની સપાટી ગણાય. શૅરબજારમાં દર ૩થી પાંચ વર્ષે મોટા કડાકા મોટે ભાગે આવતા જ હોય છે. જે સહન કરવાની ​શક્તિ હોવી જોઈએ. હાલ મોટા ભાગના શૅરો ચાલતા નથી, કારણ કે બૉટમથી અનેક ગણા વધી ગયા છે.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (સપોર્ટ લેવલ એ ચાર્ટ પર એક એવો એરિયા છે કે જ્યાં બાઇંગ ઇન્ટરેસ્ટ સેલિંગ-પ્રેશર કરતાં વધુ હોય છે. આ કારણસર અથવા તો આવી ​સ્થિતિના પરિણામે ઘટાડો અટકે છે અને ભાવો પાછા વધવા તરફી થાય છે. રેઝિસ્ટન્ટ એ સપોર્ટનું ઊલટું છે. ઉછાળા વખતે બનેલા ટૉપને રેઝિસ્ટન્ટ લેવલ કહે છે. રેઝિસ્ટન્ટ લેવલ એ ચાર્ટ પર એક એવો એરિયા છે કે જ્યાં સેલિંગ-પ્રેશર બાઇંગ-પ્રેશર કરતાં વધુ હોય છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૯૫૦.૫૪ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



એમ્બેસી ડેવલપમેન્ટ (૬૬.૦૮) ૧૨૮ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૪ ઉપર સુધારાની ચાલ સમજવી. ૭૪ ઉપર ૭૮, ૮૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૬૪ નીચે ૫૯ અને ૫૬ મહત્ત્વના સપોર્ટ ગણાય. ઘટાડે રોકાણ કરી શકાય. સ્ટૉપલૉસ ૫૫ સમજવો.


યુકો બૅન્ક (૨૯.૬૬) ૨૮.૨૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૩ અને ૩૫ કુદાવશે તો કરન્ટ જોવાશે. છેલ્લા ૯ મહિનાથી ૨૭થી ૩૫ની વચ્ચે રમ્યા કરે છે. નીચામાં ૨૭ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૬૦,૧૯૪.૪૦) ૫૯,૧૨૭.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૦,૨૮૦ ઉપર ૬૦,૫૩૮ કુદાવે તો ૬૦,૯૬૦, ૬૧,૩૮૦, ૬૧,૮૦૦, ૬૨,૨૦૦ સુધીની શક્યતા. નીચામાં ૫૯,૧૨૭ સપોર્ટ ગણાય.


નિફ્ટી ફ્યુચર (૨૫,૭૫૧.૫૦)

૨૬,૫૧૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૯૫૮ ઉપર ૨૬,૦૩૩ કુદાવે તો મંદીમાં રહેવું નહીં. નીચામાં ૨૫,૬૬૦ નીચે ૨૫,૫૭૩, ૨૫,૫૫૫, ૨૫,૪૨૮ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

પંજાબ નૅશનલ બૅન્ક (૧૩૨.૩૬)

૧૧૫.૧૩ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૨.૮૦ ઉપર ૧૩૪, ૧૩૭.૩૪ કુદાવે તો ૧૪૧, ૧૪૪, ૧૪૭, ૧૫૦, ૧૫૪ સુધીની શક્યતા. નીચામાં ૧૨૬ નીચે ૧૨૨ સપોર્ટ ગણાય. આજે પરિણામો જાહેર થવાનાં છે. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર: પડ્યા છે પીઠ પર જખમો, મૂકું આરોપ કોના પર?  ઘણા મિત્રોનાં નામો છે જે લેવાઈ નથી શકતાં.  - આદિલ મન્સૂરી

બૅન્ક ઑફ ઇ​ન્ડિયા (૧૫૭.૩૪)

૧૩૬.૭૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૮ ઉપર ૧૬૦, ૧૭૦, ૧૮૦, ૧૯૦ સુધીની શક્યતા. નીચામાં ૧૫૦ નીચે ૧૪૫ સપોર્ટ ગણાય. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

19 January, 2026 07:45 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK