Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચરમાં ૧૭,૨૫૦નું બૉટમ તૂટતાં નરમાઈનો પ્રવાહ આગળ વધતો જોવાશે

નિફ્ટી ફ્યુચરમાં ૧૭,૨૫૦નું બૉટમ તૂટતાં નરમાઈનો પ્રવાહ આગળ વધતો જોવાશે

26 September, 2022 04:22 PM IST | Mumbai
Ashok Trivedi

આ અઠવાડિયે મન્થ્લી એક્સપાયરી ઉપરાંત રિઝર્વ બૅન્કની પણ મીટિંગ છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


વાચક મિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૭,૨૯૧.૧૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૩૦.૩૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૭,૩૩૫.૮૫ બંઘ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૭૪૧.૮૭ પૉઇન્ટના નેટ ઘટાડે ૫૮,૦૯૮.૯૨ બંધ રહ્યો. ઉપરમાં ૫૮,૨૦૦ ઉપર ૫૮,૪૦૦, ૫૮,૬૦૦, ૫૮,૮૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૭,૯૮૧ નીચે ૫૭,૭૮૦, ૫૭,૫૭૦, ૫૭,૩૬૭ તૂટે તો ૫૭,૦૨૦, ૫૬,૪૦૦ સુધીની શક્યતા જોવા મળે.


નિફ્ટી ફ્યુચર ટૂકા ગાળાના દૈનિક ચાર્ટ પર ૧૮,૧૨૩.૩૫ના ટૉપ સામે ૧૭,૯૪૩.૧૦નું લોઅર ટૉપ બનાવી ૧૭,૪૫૬.૨૫નું વચગાળાનું બૉટમ તૂટતાં ટૂકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી થયો છે. હવે ૧૭,૨૫૦.૦૫નું બૉટમ તૂટતાં નરમાઈ આગળ વધશે. લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. આ અઠવાડિયે મન્થ્લી એક્સપાયરી ઉપરાંત રિઝર્વ બૅન્કની પણ મીટિંગ છે. એમાં પણ વ્યાજદરમાં વધારો થવાની સંભાવના છે, જેના કારણે પણ નરમાઈ આગળ વધી શકે છે. (ચાર્ટ પર મૂવિંગ એવરેજ અલગ તરી આવે માટે ટૂંકા ગાળાની લીલા રંગની, મધ્યમ ગાળાની લાલ રંગની તેમ જ લાંબા ગાળાની સફેદ (બૅક ગ્રાઉન્ડ સફેદ હોય તો કાળા રંગની) રંગની રાખવામાં આવે છે. પોતાની મરજી મુજબની એવરેજ અને રંગ રાખી શકાય છે. મૂવિંગ-એવરેજના ઉપયોગથી ક્યારે લેવું અને ક્યારે વેચવું એનો નિર્ણય કરવામાં સહાયતા મળે છે. હવે આપણે મૂવિંગ-એવરેજ કેવી રીતે કામ કરે છે એ જોઈએ. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની એવરેજ ૧૭,૬૮૭.૨૯ છે. જે ક્લોઝિંગ પ્રાઇઝના આધારે રોજ બદલાતી રહે છે.



એચડીએફસી (૨૩૫૩.૨૫) ૨૪૯૩.૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે  ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન  દર્શાવે છે. ઉપરમાં ૨૩૮૮ ઉપર ૨૪૧૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૩૪૦ નીચે ૨૩૨૭, ૨૨૯૭, ૨૨૬૭ સુધીની શક્યતા જોવા મળે. એયુ સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક (૬૩૭.૮૫) ૬૮૬.૬૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૫૦ ઉપર ૬૫૯ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૬૩૫ નીચે ૬૩૧, ૬૨૧, ૬૧૮, ૬૧૩, ૬૦૪ સુધીની શક્યતા જોવા મળે. 


બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૯,૬૪૨.૭૫) ૪૧,૮૫૫.૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૯,૯૨૫ ઉપર ૪૦,૧૭૦, ૪૦,૪૧૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૯,૪૭૭ નીચે ૩૯,૪૪૦, ૩૯,૨૦૦, ૩૮,૯૬૦, ૩૮,૭૨૦, ૩૮૪૮૦ સુધીની શક્યતા જોવા મ‍ળે.

નિફ્ટી ફ્યુચર (૧૭,૩૩૫.૮૫)


૧૮,૧૨૩.૩૫ના ટૉપથી નરમાઈતરફી છે.  દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭,૪૧૫, ૧૭,૪૭૦, ૧૭,૫૪૫, ૧૭,૫૮૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૭,૨૯૧ નીચે ૧૭,૨૫૦ તૂટતાં ૧૭,૨૧૦, ૧૭,૦૨૦, ૧૬,૮૦૦  સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

આઇસીઆઇસીઆઇ બૅન્ક (૮૮૨.૨૫)

૯૩૬.૬૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ  તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૦૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૭૮ નીચે ૮૬૮, ૮૫૨, ૮૩૫  સુધીની શક્યતા જોવા મળે. આ સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.

જિંદાલ સ્ટીલ ઍન્ડ પાવર  (૪૨૫.૮૦)

૪૬૫.૮૫ના ટૉપથી નરમાઈતરફી છે.  દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ અને અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ  તરફ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૩૬ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૨૦ નીચે ૪૧૫, ૪૦૪, ૩૯૫ સુધીની શક્યતા જોવા મળે. આ સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.

શૅરની સાથે શેર

જો નડશે તો તને નડશે, ફક્ત તારા કરમ ‘મેહુલ’, કરી લે નોંધ કે ફટકો તને ઈશ્વર નહીં આપે. -  મેહુલ ભટ્ટ

Whatsapp-channel Whatsapp-channel

26 September, 2022 04:22 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK