આ સપ્તાહે માસિક એક્સપાયરી છે
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૯,૨૧૮ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૮૧.૨૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૯,૨૫૦.૩૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૬૨.૧૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૬૪,૮૫૬.૫૧ બંધ રહ્યો. ઉપરમાં ૬૫,૧૦૬ ઉપર ૬૫,૧૮૨ કુદાવે તો ૬૫,૬૨૪, ૬૫,૯૧૪ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૬૪,૭૩૨ નીચે ૬૪,૬૭૦, ૬૪,૬૪૦, ૬૪,૩૪૦, ૬૪,૦૪૦, ૬૩,૮૭૩ સુધીની શક્યતા. આ સપ્તાહે માસિક એક્સપાયરી છે. દર વખતની જેમ સ્ક્રિપ આધારિત પોઝિશન પ્રમાણે ધમાલ થશે. બજારમાં કોરોના પછી દાખલ થયેલાઓએ તેજી જ જોઈ છે. મંદીની આડઅસરો જોવાની બાકી છે. તેજી-મંદીનું ચકડોળ ઉપર-નીચે થતું જ રહે છે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ મન્થ્લી ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. અઠવાડિક ચાર્ટ પર ટ્રેન્ડલાઇન તૂટી છે. (આજે આપણે બાર રિવર્સલ વિશે સમજીશું. બાર રિવર્સલ એ ખૂબ જ મહત્ત્વનું ઇન્ડિકેટર સાબિત થયું છે. એને કી રિવર્સલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં કહેવત છે કે ‘બાકર બચ્ચા લાખ લાખે બિચારા અને સિંહણ બચ્ચું એક એકે હજારા’. બાર રિવર્સલને એક એકે હજારા તરીકે ઓળખીએ તો કંઈ ખોટું નથી. ભાવો વધતાં-વધતાં જ્યારે ઊંચામાં ઊંચી સપાટીએ અથવા ઘટતાં-ઘટતાં જ્યારે નીચામાં નીચી સપાટીએ પહોંચે છે ત્યારે ઘણી વાર ખરીદી અથવા વેચાણના ક્લાઇમૅક્સ સાથે બાર રિવર્સલ જોવામાં આવે છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૯,૪૩૦.૩૨ છે જે ક્લોઝિંગ પ્રાઇસને આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
એચડીએફસી બૅન્ક (૧૫૬૧.૫૦) ૧૭૫૫.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૮૪ ઉપર ૧૫૯૮ પ્રતિકારક સપાટી સપાટી ગણાય. નીચામાં ૧૫૫૮ નીચે ૧૫૩૮, ૧૫૧૫ સુધીની શક્યતા.
એસબીઆઇ કાર્ડ (૮૨૦.૭૫) ૮૯૨.૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૩૬ ઉપર ૮૪૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૧૭ નીચે ૮૧૩ તૂટે તો ૭૯૮, ૭૮૩, ૭૬૮, ૭૫૩ સુધીની શક્યતા.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૪,૨૨૨.૮૫) ૪૬,૫૦૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૫,૦૧૦ ઉપર ૪૫,૧૧૦, ૪૫,૩૧૦, ૪૫,૫૦૫, ૪૫,૭૦૫, ૪૫,૯૯૦ સુધીની શક્યતા. નીચામાં ૪૩,૮૫૪ નીચે ૪૩,૭૮૫ તૂટે તો ૪૩,૭૦૦, ૪૩,૫૧૦, ૪૩,૩૧૩ સુધીની શક્યતા.
નિફ્ટી ફ્યુચર (૧૯,૨૫૦.૩૦) : ૧૯,૯૮૧.૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯,૩૨૫ ઉપર ૧૯,૩૭૫, ૧૯,૪૩૦, ૧૯,૪૮૦, ૧૯,૫૦૩ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૯,૨૧૮ નીચે ૧૯,૧૫૦, ૧૯,૦૭૦, ૧૮,૯૯૦, ૧૮,૯૧૦, ૧૮,૮૨૨ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ (૧૨૧.૫૦) : ૧૧૬.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૮ ઉપર ૧૩૩ અને ૧૩૮ કુદાવે તો ૧૪૨, ૧૫૧, ૧૬૦, ૧૭૦ સુધી વધ-ઘટે આવી શકે. નીચામાં ૧૧૯ તૂટે તો ૧૧૬.૫૦ અને ૧૧૩ સપોર્ટ ગણાય. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે.
ઇન્ડિયા બુલ રિયલ એસ્ટેટ (૭૧.૫૫) : ૫૮.૦૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૨ અને ૭૬ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર ૮૮થી ૯૫ની રેન્જ સમજવી. જેની ઉપર ૧૦૨ આસપાસ આવી શકે. નીચામાં ૬૫ નીચે ૬૩ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર : ઘણાં એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં, કે જેનો કોઈ અણસારો કે વરતારો નથી હોતો. - શેકાદમ આબુવાલા


