નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૧૦૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૩૪.૯૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૩,૬૮૬.૬૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૨૮૪.૬૧ પૉઇન્ટના નેટ સુધારે ૭૫,૫૨૭.૯૫ બંધ રહ્યો. ઉપરમાં ૭૫,૬૦૮ ઉપર ૭૫,૯૩૦, ૭૫,૯૬૫, ૭૬,૩૫૦, ૭૬,૬૨૭, ૭૬,૭૨૦, ૭૭,૧૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૪,૫૭૦, ૭૪,૪૫૦, ૭૪,૩૯૦ સપોર્ટ ગણાય. યુદ્ધ પલટુરામ ટ્રમ્પ કહે ત્યારે નહીં, પણ ઈરાન કહે ત્યારે જ પૂરું થયેલું સમજવું. ચાલુ બજારે ફેલાવવામાં આવતા સમાચારોની જાતે ખાતરી કરવી.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે. ૨૪૪,૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. (IMPORTANCE OF ROUND NUMBER = રાઉન્ડ નંબર કોઈ પણ વધારો અથવા ઘટાડો અટકાવવાને સમર્થ ગણાયા છે. અમુક મહત્ત્વના રાઉન્ડ નંબરો જેમ કે ૧૦, ૨૦, ૨૫, ૫૦, ૭૫, ૧૦૦ (૧૦૦ના ગુણાંકમાં) ગણાય. ઘણા ટેડર્સો રાઉન્ડ નંબરના આધારે ટૉપ અથવા બૉટમ નક્કી કરીને ટ્રેડિંગ કરતા હોય છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૪૮૩.૧૮ છે જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
AU સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક (૧૦૧૫.૫૦) : ૯૪૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પૉઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૨૦ ઉપર ૧૦૨૫ કુદાવે તો ૧૦૫૨ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૯૭૯ સપોર્ટ ગણાય.
ઇન્ડિગો (૪૭૦૯.૭૦) : ૪૩૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પૉઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૭૨૫ ઉપર ૪૭૪૯ કુદાવે તો ૪૮૧૯ મહત્ત્વની પ્રતીકારક સપાટી ગણાય જેની ઉપર ૫૦૫૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૫૬૦ નીચે ૪૫૪૦ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૬,૮૭૨.૪૦): ૫૨,૮૭૨.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પૉઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬,૯૨૭ ઉપર ૫૭,૪૭૭ કુદાવે તો ૫૮,૦૯૦, ૫૮,૮૦૦, ૫૯,૫૨૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૫,૬૫૦, ૫૫,૨૦૦ સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૩,૬૮૬.૬૦) : ૨૩,૧૦૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૭૧૯ ઉપર ૨૩,૭૬૦, ૨૩,૮૦૬, ૨૩,૮૬૦, ૨૩,૯૫૦, ૨૪,૦૫૦, ૨૪,૧૨૦, ૨૪,૧૩૫, ૨૪,૨૩૦, ૨૪,૩૩૦, ૨૪,૪૨૦, ૨૪,૫૧૦, ૨૪,૬૦૪ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૩,૩૩૫ સપોર્ટ ગણાય. નીચામાં ૨૩,૧૫૦ સુધીની શક્યતા પૂરી થઈ છે. ગૅપ ભરાઈ ગયા છે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.
ઇન્ડિયન હોટેલ્સ (૬૭૯.૪૫) : ૫૬૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૮૨ અને ૬૮૪ કુદાવે તો ૭૧૪ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૬૫૯ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
એમ્બેસી ડેવલપમેન્ટ (૫૯.૦૬) : ૭૫.૯૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પૉઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૧ ઉપર બંધ આવે તો સુધારાતરફી ગણાય. નીચામાં ૫૬, ૫૫.૩૬ તૂટે તો ૫૩.૧૦, ૫૦.૯૦, ૪૮.૫૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે. ચાર્ટ પર બે મોટા તેજી ગૅપ જોઈ શકાય છે જે પૂરવા નીચે આવી શકે છે. ઘટાડે રોકાણ કરી શકાય.
શૅરની સાથે શેર: કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ, એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે.- મરીઝ
