Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૪૫૦ અને ૨૪,૫૬૫ તેમ જ નીચામાં ૨૪,૧૪૦ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૪૫૦ અને ૨૪,૫૬૫ તેમ જ નીચામાં ૨૪,૧૪૦ મહત્ત્વની સપાટીઓ

Published : 20 July, 2026 09:06 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે

પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૯૯૩.૧૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૭૯.૮૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૩૨૧.૭૦ બંધ રહ્યુ તેમ જ BSE ઇન્ડેક્સ ૫૮૨.૦૬ પૉઇન્ટના નેટ સુધારે ૭૮,૧૫૧.૪૫ બંધ રહ્યો. ઉપરમાં ૭૮,૨૮૩ ઉપર ૭૮,૬૬૫, ૭૮,૭૮૦, ૭૮,૮૨૬ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૭,૪૭૦, ૭૭,૩૦૮, ૭૬,૯૮૨ સપોર્ટ ગણાય. નીચે ૭૬,૦૮૨ સપોર્ટ ગણાય. શૅરોમાં વધ-ઘટે સ્કીપ આધારિત સુધારાની ચાલ જોવાશે. વૈશ્વિક સંજોગો જોતાં બજારમાં ગમે ત્યારે મોટી અફરાતફરી જોવાઈ શકે છે એમ સમજીને ચાલવું.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. (ચાર્ટ પર ૩૩થી ૫૦ ટકાનો ઝોન બનાવી એ પ્રાઇસ ઝોનનો ઉપયોગ ઘટાડા વખતે ખરીદી માટે થઈ શકે. મૅક્સિમમ રીટ્રેચમેન્ટ ૬૭ ટકાનું ગણાય. અગર જો મુખ્ય ટ્રેન્ડ ચાલુ રહેવાનો હોય તો કરેક્શન ૬૭ ટકા પાસે અટકવું જોઈએ. જો આવું થાય તો અપટ્રેન્ડ વખતે આ ખૂબ જ ઓછા જોખમે ખરીદવાનો એરિયા અને ડાઉન ટ્રેન્ડ વખતે ખૂબ જ ઓછા જોખમે વેચવાનો એરિયા બની જાય છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની અૅવરેજ ૨૪,૧૪૬.૫૮ છે જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



મેક્રોટેક ડેવલપર્સ (૧૧૭૭.૯૫) : ૮૪૯.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૮૭ ઉપર ૧૨૦૧, ૧૨૫૬, ૧૨૮૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૧૪૭ નીચે ૧૧૨૯ સપોર્ટ ગણાય.


ઇન્ડસ ઇન્ડ બૅન્ક (૧૦૨૭.૨૦) : ૮૬૮.૭૨ના સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૩૯ ઉપર ૧૦૭૨, ૧૧૦૫, ૧૧૩૮ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૦૧૦, ૯૯૨ સપોર્ટ ગણાય. બુધવાર, ૨૪ જુલાઈએ રિઝલ્ટ છે.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૮,૫૩૩.૮૦): ૫૨,૮૭૨.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૮,૬૦૦ ઉપર ૫૮,૬૯૦ કુદાવે તો ૫૮,૮૦૦, ૫૯,૧૬૦, ૫૯,૫૨૦, ૫૯,૮૮૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૭,૭૦૨, ૫૭,૪૧૦ સપોર્ટ ગણાય.


નિફ્ટી ફ્યુચર (૨૪,૩૨૧.૭૦) : ૨૩,૧૦૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૩૬૫ ઉપર ૨૪,૩૮૨ કુદાવે તો ૨૪,૪૫૦, ૨૪,૫૬૫ મહત્ત્વની સપાટી ગણાય જેની ઉપર ૨૪,૬૦૪, ૨૪,૭૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૪,૧૪૦ નીચે ૨૪,૦૮૩, ૨૩,૯૯૩ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

CDSL (૧૪૧૮.૨૦) : ૧૧૭૨.૮૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૪૦ ઉપર ૧૪૫૦ કુદાવે તો ૧૪૮૫, ૧૫૨૦, ૧૫૫૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૪૦૦ નીચે ૧૩૭૬ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

ICICI બૅન્ક (૧૪૪૪.૩૦) : ૧૨૧૩.૭૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૫૫ ઉપર ૧૪૭૦, ૧૪૮૮ અને ૧૪૮૮ કુદાવે તો ૧૫૦૬, ૧૫૨૫, ૧૫૪૪, ૧૫૬૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૪૩૨ નીચે ૧૪૧૨ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

શૅરની સાથે શેર : આખરી ક્ષણ છે દીવાનો ઠાઠ વધતો જાય છે, ‘જીવવું છે’, ‘જીવવું છે’ જાપ વધતો જાય છે. - પારુલ ખખ્ખર

Whatsapp-channel Whatsapp-channel

20 July, 2026 09:06 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK