Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૮,૪૯૫ અને નીચામાં ૧૮,૨૫૬ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૮,૪૯૫ અને નીચામાં ૧૮,૨૫૬ મહત્ત્વની સપાટીઓ

21 November, 2022 04:51 PM IST | Mumbai
Ashok Trivedi

પોઝિશન પ્રમાણે ઊછળકૂદ જોવાશે. રોકડાના શૅરોમાં માલ ઑફલોડ થતો હોય એવું જણાય છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૮,૨૫૬.૫૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૬૮.૧૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૮,૩૫૫.૯૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૩૧.૫૬ પૉઇન્ટના નેટ સુધારે ૬૧,૬૬૩.૪૮ બંઘ રહ્યો. ઉપરમાં ૬૧,૬૯૦ ઉપર ૬૨,૦૫૨ કુદાવે તો ૬૨,૨૫૦, ૬૨,૩૭૫ સુધીની શક્યતા. નીચામાં ૬૧,૩૩૭ નીચે ૬૦,૯૪૦, ૬૦,૫૭૦, ૬૦,૨૦૦, ૫૯,૮૪૦, ૫૯,૪૭૦ સુધીની શક્યતા. આ ગુરુવારે મન્થ્લી એક્સપાયરી છે. પોઝિશન પ્રમાણે ઊછળકૂદ જોવાશે. રોકડાના શૅરોમાં માલ ઑફલોડ થતો હોય એવું જણાય છે. મોટા ભાગના શૅરો નબળાઈ દર્શાવે છે. ફક્ત સરકારી બૅન્કો જોરમાં જણાય છે.

નિફ્ટી ફ્યુચરના ટૂંકા ગાળા, મધ્યમ તેમ જ લાંબા ગાળાનો ચાર્ટ પણ સુધારાતરફી ગણાય. ઉપરમાં ઑલ ટાઇમ હાઈ ૧૮,૫૯૫ કુદાવશે તો નવા ઝોનમાં જશે. ટૂંકા ગાળાનો સપોર્ટ ૧૮,૦૩૦, ૧૮,૦૦૮ છે. મધ્યમ તેમ જ લાંબા ગાળાનો સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય (ઉપરના ભાગને ટૉપ અને નીચેના ભાગને બૉટમ કહે છે. બજારનો ટ્રેન્ડ આવા અસંખ્ય ટૉપ અને બૉટમોથી બનતો હોય છે. વધ-ઘટે સતત ઉપર તરફ જતા અથવા નીચે તરફ જતા ટૉપ અને બૉટમથી અથવા ઘણી વાર સાંકડી વધ-ઘટ દર્શાવનારા ટૉપ અને બૉટમથી ટ્રેન્ડની દિશા નક્કી થાય છે. હવે ટ્રેન્ડના કેટલા પ્રકાર છે એ જોઈએ ઃ ૧. તેજીતરફી ટ્રેન્ડ અથવા અપવર્ડ ટ્રેન્ડ. બજાર જ્યારે તેજીતરફી હોય છે ત્યારે ભાવો હાયર બૉટમ અને હાયર ટૉપ બનાવતાં ઉપર તરફ ગતિ કરે છે). (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૮,૨૫૬.૩૮ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે.



ઝી એન્ટરટેઇનમેન્ટ (૨૫૦.૮૫) ૨૮૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૬૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૪૯ નીચે ૨૪૨, ૨૩૨, ૨૧૭ સુધીની શક્યતા.


પિડિલાઇટ (૨૬૯૯.૨૫) ૨૫૪૫.૫૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૭૩૮ ઉપર ૨૭૭૮, ૨૮૪૦ સુધીની શક્યતા. નીચામાં ૨૬૮૫ નીચે ૨૫૫૩ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૨,૫૦૫.૨૦) ૩૭,૫૨૪.૫૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૨,૬૬૬ ઉપર ૪૨,૯૪૦ સુધીની શક્યતા. નીચામાં ૪૨,૨૯૩ નીચે ૪૨,૦૨૦, ૪૧,૭૦૦, ૪૧,૩૮૦, ૪૧,૦૬૦, ૪૦,૭૪૦ સુધીની શક્યતા.


નિફટી ફ્યુચર (૧૮,૩૫૫.૯૦)

૧૬,૭૬૪.૨૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮,૩૮૬ ઉપર ૧૮,૪૪૦, ૧૮,૪૯૫ કુદાવે તો ૧૮,૫૯૪, ૧૮,૭૭૦ સુધીની શક્યતા. નીચામાં ૧૮,૨૫૫ નીચે ૧૮,૧૭૦, ૧૮,૦૬૦, ૧૭,૯૫૦, ૧૭,૮૪૦, ૧૭,૭૩૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

મહેન્દ્ર ઍન્ડ મહેન્દ્ર (૧૨૨૭.૧૫)

૧૩૬૬.૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૭૪, ૧૨૮૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૨૧૭ નીચે ૧૧૯૬ તૂટે તો ૧૧૪૭, ૧૧૦૩ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

પંજાબ નૅશનલ બૅન્ક (૪૫.૮૫) 

૩૪.૨૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૭ કુદાવે તો ૫૦, ૫૨, ૫૫, ૫૦ સુધીની શક્યતા. લાંબા ગાળે ૭૦, ૯૭, ૧૨૫ અને ૧૫૦ સુધીની શક્યતા. નીચામાં ૪૨ સપોર્ટ ગણાય. સાથે મન્થ્લી ચાર્ટ આપ્યો છે, જે જોશો તો સમજાશે કે અઢી વર્ષથી સાઇડ વેઝ મૂવમેન્ટ દર્શાવતો પાયો કેટલો મજબૂત છે.

શૅરની સાથે શેર

અહીં તો પડતાં-આખડતાં બધું જાતે જ શીખવાનું, અનુભવની નિશાળોમાં કોઈ માસ્તર નથી હોતા. - ગુણવંત ઠક્કર ‘ધીરજ’

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2022 04:51 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK