Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર : ૧૫,૮૭૭ ઉપર ૧૫,૯૩૧ મહત્ત્વની સપાટી

નિફ્ટી ફ્યુચર : ૧૫,૮૭૭ ઉપર ૧૫,૯૩૧ મહત્ત્વની સપાટી

04 July, 2022 01:56 PM IST | Mumbai
Ashok Trivedi

લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે

પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૫,૫૧૩.૯૦ સુધી આવી  સાપ્તાડિક ધોરણે ૪૧.૯૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૫,૭૫૪.૨૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૭૯.૯૫ પૉઇન્ટના નેટ સુધારે ૫૨,૯૦૭.૯૩ બંધ રહ્યો. ઉપરમાં ૫૩,૦૫૩ ઉપર ૫૩,૩૭૭, ૫૩,૫૧૦ કુદાવે તો ૫૩,૬૮૦, ૫૪,૦૨૦, ૫૪,૨૦૫, ૫૪,૩૩૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૨,૪૪૭ નીચે ૫૨ ૩૯૦, ૫૨,૦૯૪, ૫૧,૯૫૦ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર દૈનિક ચાર્ટ હવે ૧૫,૨૦૨.૩૦ સપોર્ટ અને ૧૫,૯૩૦.૪૦ ટૉપ ગણાય, જે કુદાવે તો સુધારો આગળ વધતો જોવાય. લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. શૅરબજાર અત્યંત સંવેદનશીલ માર્કેટ છે, જે ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓની ધારણાઓના આધારે ચાલે છે. ઘણા કિસ્સામાં કંપનીનાં પરિણામો સારાં હોય, ઊંચું ડિવિડંડ, બોનસ વગેરે આપે છતાં એ શૅરનો ભાવ ઘટવાતરફી થાય છે. બીજી તરફ કંપનીનાં પરિણામો નુકસાની દશાર્વનારાં હોય છતાં એ શૅરનો ભાવ વધવાતરફી થાય છે. આમ કેમ? કારણ કે પરિણામ સારું આવવાનું છે એની જાણ ખબરિયાઓને, સટોડિયાઓને અને કંપની વર્તુળોને મોટે ભાગે હોય જ છે. પરિણામ બાદ તેમનું લેણ હળવું થવાની શરૂઆત થતાં એ શૅરમાં ઘટાડાતરફી પ્રવાહ શરૂ થાય છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૫,૭૫૭.૪૧ છે, જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે.                                                                



ગ્રાસિમ (૧૩૪૭.૨૫) : ૧૨૭૬.૬૦ના બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી છે.  દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૫૦ ઉપર ૧૩૫૫ કુદાવે તો ૧૪૧૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૩૩૦ નીચે ૧૩૦૫ સપોર્ટ ગણાય.  


રિલાયન્સ (૨૪૦૮.૭૦) : ૨૮૧૭.૩૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪૩૩, ૨૪૭૫, ૨૫૧૮ ઉપર ૨૫૬૦, ૨૬૦૨, ૨૬૧૬ પ્રતિકારક સપાટી ગણાય, જેની ઉપર મંદીમાં રહેવું નહીં. નીચામાં ૨૩૬૫ નીચે ૨૩૫૦, ૨૩૦૬ મહત્ત્વની સપાટી ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૩,૬૩૮.૬૫) : ૩૨,૩૩૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૩,૭૪૦ ઉપર ૩૩,૭૭૨, ૩૪,૧૮૦ કુદાવે તો ૩૪,૩૩૫, ૩૪,૪૦૧, ૩૪,૫૮૫, ૩૪,૮૦૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૩,૫૦૦, ૩૩,૩૭૪, ૩૩,૧૩૧ નીચે ૩૩,૦૮૦ સપોર્ટ ગણય.


નિફ્ટી ફ્યુચર (૧૫,૭૫૪.૨૫)

૧૫,૨૦૨.૩૦ના બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫,૮૦૦ ઉપર ૧૫,૮૭૭, ૧૫,૯૩૧ કુદાવે તો ૧૫,૯૪૮, ૧૬,૦૦૦, ૧૬,૦૯૫, ૧૬,૧૮૫, ૧૬,૨૫૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૫,૬૧૧ નીચે ૧૫,૫૫૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

કેન ફીન હોમ્સ (૪૩૯.૭૦)

૪૦૬.૬૫ના બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન  દર્શાવે છે. ઉપરમાં ૪૪૩ ઉપર ૪૪૭, ૪૫૨, ૪૫૮, ૪૬૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૩૩ નીચે ૪૨૯, ૪૨૪ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપેલ છે. 

હવેલ્સ (૧૧૧૧.૨૫)

૧૦૫૭.૪૫ના બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી છે.  દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૨૦ ઉપર ૧૧૩૦, ૧૧૩૯, ૧૧૫૦, ૧૧૬૪, ૧૧૭૮ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૦૯૨ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.

શૅરની સાથે શેર : ઘણાં વર્ષો પછી તરફેણનો વરસાદ આવ્યો છે, અમે પણ પાંગરી જઈશું, તમે થોડો સમય આપો. : ભાવિન ગોપાણી

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2022 01:56 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK