Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > મની મેનેજમેન્ટ: બચતમાંથી મુડી ઉભી કરવાના મહત્વના ત્રણ સ્ટેપ

મની મેનેજમેન્ટ: બચતમાંથી મુડી ઉભી કરવાના મહત્વના ત્રણ સ્ટેપ

15 January, 2023 07:21 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જરૂરિયાતો અને નાના-મોટા ખર્ચાઓ બાદ આવકનો થોડો હિસ્સો બચતો હોય તો તમે બચતથી વેલ્થ ક્રિએશન સુધીના આ ત્રણ સ્ટેપ મુજબ નાણાંનું યોગ્ય રોકાણ કરી શકો છો.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


તમારી જે પણ આવક હોય તેમાંથી પ્રથામિક જરૂરિયાતો પુરી કર્યા બાદ થોડા ઘણાં નાણાંની બચત (Savings Money) થાય તો તમે એનો કેવી રીતે ઉપયોગ કરી શકો એની આજે આપણે વાત કરવાની છે. ઘણીવાર આપણે પાસે બચત રકમ મોટી હોય તો સીધું જ ગોલ્ડ (Gold)માં કે પછી શેર માર્કેટ કે અન્ય વસ્તુઓમાં રોકાણ (Investment) કરી દેતા હોય છે. ફાઈનાન્શિયલ એડવાઈઝર નિનાદ પરીખ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે એક સરળ અને સરસ પ્રક્રિયા શેર કરી છે અને કેટલાક સ્ટેપ જણાવ્યાં છે, જે મુજબ તમે તમારા નાણાંનો ઉપયોગ કે રોકાણ કરી શકો છો. 


નિનાદ પરીખ જણાવે છે નાણાકીય દ્રષ્ટિએ જીવનના ત્રણ તબક્કા હોય છે. ત્રણ સ્ટેપ પ્રમાણે તમે જીવનને આર્થિક રીતે મેનેજ કરી શકો છો. તેમણે એક  પિરામીડ ચાર્ટ દ્વારા પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે "આ ત્રણ સ્ટેપ છે બચત (Savings), રોકાણ(Investment)અને ત્રીજું છે મૂડી ઊભી કરવી (Wealth Creation). તમારી આવક અને બચત પ્રમાણે આ સ્ટેપ મુજબ નાણાંનો ઉપયોગ કરવો વધારે યોગ્ય અને ફાયદાકારક છે. પિરામીડમાં સૌથી નીચે બચત પછી રોકાણ અને સૌથી ઉપર વેલ્થ ક્રિએશન છે."



સૌથી પ્રથમ છે બચત (Savings):


આવકમાંથી સૌપ્રથમ રોટી,કપડા ઔર મકાન જેવી જરૂરીયાતો પૂરી કરવામાં આવે છે. ત્યાર બાદ જો તમારી કમાણીનો થોડો હિસ્સો બચતો હોય તો તમે તેનો કેવી રીતે ઉપયોગ કરશો? 

બચેલી રકમમાંથી ઈન્સ્યોરન્સ પ્લાનિંગ (Insurance Planning)કરવું જોઈએ, જે જીવનમાં આવી પડતી અચાનક ઘટના સમયે તમને મદદ કરી શકે છે. તેમજ આ રકમનો ઉપયોગ મેડિક્લેઈમમાં થવો જોઈએ. જે પણ તમને અનિશ્ચિત બનતી ઘટના અને અકસ્માત સમયે તમને નાણાકીય મુંઝવણમાંથી બહાર કાઢશે. આટલું કર્યા પછી પણ તમારી પાસે નાણાં બચતાં હોય તો તેનું રોકાણ બેન્ક એફડી કે પછી પોસ્ટ ઓફિસની યોજનાઓમાં કરવું જોઈએ, તે તમને લાંબા ગાળે ફાયદો આપે છે. 


આ પણ વાંચો:મની મેનેજમેન્ટ: વહેલું લેવું છે રિટાયરમેન્ટ? તો આજથી જ શરૂ કરી દો પ્લાનિંગ

બીજું છે રોકાણ (Investment)

પ્રથમ સ્ટેપની આપણે વાત કરી, એ મુજબ નાણાંનો ઉપયોગ કર્યા પછી એક સ્ટેપ આગળ જવું હોય તો તમારે મ્યુચુલ ફંડમાં પૈસા રોકવા જોઈએ. બીજા સ્ટેપમાં નાણાં રોકવા માટે તમારી પાસે ત્રણ વિકલ્પો છે, મ્યુચુલ ફંડ, સ્ટોક  અને શેર માર્કેટ અને કોમોડિટી તથા ગોલ્ડ સિલ્વર. બચેલી રકમનું કદ અને તમારી અનુકુળતા તથા લાભને ધ્યાને રાખી તમે આ પ્રમાણે નાણાંનું રોકાણ કરી શકો છો. 

આ પણ વાંચો: મની મેનેજમેન્ટ: કરિઅર અને સેવિંગ બન્ને કરવું છે સાથે શરૂ, તો અપનાવો આ સલાહ

ત્રીજું છે મુડી ઉભી કરવી (Wealth Creation)

ઉપરના બે સ્ટેપ બાદ તમારી પાસે બહોળા પ્રમાણમાં નાણાં બચે છે તો તમારે પિરામીડ પ્રમાણે સૌથી ઉપરના ત્રીજા સ્ટેપ તરફ મની મેનેજમેન્ટ કરવું જોઈએ. મોટી પ્રમાણમાં બચત કરેલા નાણાંમાંથી નવી મુડી ઊભી કરવી જોઈએ,જેને આપણે વેલ્થ ક્રિએશન કહીએ છીએ. વેલ્થ ક્રિએશન માટે તમે રિયલ એસ્ટેટ જમીન, ફ્લેટ કે ફાર્મ હાઉસ જેવી એસ્ટેટમાં પૈસા રોકવા જોઈએ. આ ઉપરાંત એન્ટિક્સમાં પણ નાણાં રોકી શકાય છે.   

Whatsapp-channel Whatsapp-channel

15 January, 2023 07:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK