ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > બિઝનેસ સમાચાર > > > લોકસભાની જીએસટી અપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપનાને મંજૂરી

લોકસભાની જીએસટી અપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપનાને મંજૂરી

25 March, 2023 06:33 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શુક્રવારે લોકસભા દ્વારા પસાર કરાયેલા ફાઇનૅન્સ બિલ ૨૦૨૩માં પ્રસ્તાવિત સુધારા મુજબ, દરેક રાજ્યમાં જીએસટી અપેલેટ ટ્રિબ્યુનલની બેન્ચની સ્થાપના કરવામાં આવશે, જ્યારે દિલ્હીમાં એક મુખ્ય બેન્ચ હશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

જીએસટી હેઠળના વિવાદોના નિરાકરણ માટે અપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપનાનો માર્ગ મોકળો કરવા માટે લોકસભાએ ફાઇનૅન્સ બિલમાં ફેરફારને મંજૂરી આપી હતી. હાલમાં કરદાતાઓ અપેલેટ ટ્રિબ્યુનલની ગેરહાજરીમાં ઉચ્ચ અદાલતો સમક્ષ રિટ અરજી દાખલ કરી રહ્યા છે.

શુક્રવારે લોકસભા દ્વારા પસાર કરાયેલા ફાઇનૅન્સ બિલ ૨૦૨૩માં પ્રસ્તાવિત સુધારા મુજબ, દરેક રાજ્યમાં જીએસટી અપેલેટ ટ્રિબ્યુનલની બેન્ચની સ્થાપના કરવામાં આવશે, જ્યારે દિલ્હીમાં એક મુખ્ય બેન્ચ હશે જે પુરવઠાનાં સ્થળ સંબંધિત અપીલોની સુનાવણી કરશે. ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી) લાગુ થયાનાં પાંચ વર્ષથી વધુ સમય પછી પણ અપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવી નથી. પરિણામે જીએસટી હેઠળ વણઉકેલાયેલી કાનૂની બાબતો એકઠી થઈ છે. નાંગિયા ઍન્ડરસન ઇન્ડિયાના ડિરેક્ટર-ઇનડિરેક્ટ ટૅક્સ નિષ્ણાત તનુશ્રી રૉયે જણાવ્યું હતું કે અપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપનાથી ઉચ્ચ અદાલતો, સુપ્રીમ કોર્ટ પરનો બોજ ઓછો થશે અને એ જ સમયે કરદાતાઓને ખૂબ જરૂરી રાહત પણ મળશે. આ ચોક્કસપણે એક આવકારદાયક અને સકારાત્મક પગલું છે, જે જીએસટી અપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના માટે ઉદ્યોગની લાંબી રાહનો અંત લાવશે.


25 March, 2023 06:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK