કોટક મહિન્દ્ર ઍસેટ મૅનેજમેન્ટ કંપની લિમિટેડે ઓપન એન્ડેડ સ્કીમ કોટક BSE સેન્સેક્સ ઇન્ડેક્સ ફન્ડનો ૨૭ જાન્યુઆરીથી પ્રારંભ કર્યો છે. આ સ્કીમ BSE સેન્સેક્સને અનુસરશે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કોટક મહિન્દ્ર ઍસેટ મૅનેજમેન્ટ કંપની લિમિટેડે ઓપન એન્ડેડ સ્કીમ કોટક BSE સેન્સેક્સ ઇન્ડેક્સ ફન્ડનો ૨૭ જાન્યુઆરીથી પ્રારંભ કર્યો છે. આ સ્કીમ BSE સેન્સેક્સને અનુસરશે. આ સ્કીમ ૧૦ ફેબ્રુઆરી સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી રહેશે.
કોટક મહિન્દ્ર મ્યુચ્યુઅલ ફન્ડના મૅનેજિંગ ડિરેક્ટર નીલેશ શાહે આ પ્રસંગે કહ્યું છે કે ‘અમે રોકાણકારોને વિવિધ ઇન્વેસ્ટમેન્ટ સૉલ્યુશન્સ પૂરાં પાડવા પ્રયત્નશીલ રહીએ છીએ. જોખમ લેવાની ક્ષમતા અનુસાર વિભિન્ન ઍક્ટિવ અને પેસિવ પ્રોડક્ટ્સ પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતા અનુસાર કોટક BSE સેન્સેક્સ ઇન્ડેક્સ ફન્ડ લૉન્ચ કરવામાં આવ્યું છે, જે રોકાણકારોને દેશની ૩૦ સૌથી મોટી અને સુસ્થાપિત કંપનીઓમાં રોકાણ કરવાની તક પૂરી પાડે છે.’
ADVERTISEMENT
કોટક મહિન્દ્ર મ્યુચ્યુઅલ ફન્ડના વાઇસ પ્રેસિડન્ટ અને ફન્ડ મૅનેજર દેવેન્દ્ર સિંઘલે કહ્યું છે કે ઐતિહાસિક રીતે BSE સેન્સેક્સ ઇન્ડેક્સને દેશના આર્થિક વિકાસનું બેરોમીટર ગણવામાં આવે છે, જે રોકાણકારો લાંબા ગાળા માટે રોકાણ મારફત પોર્ટફોલિયોની વૃદ્ધિ હાંસલ કરવા માગે છે તેમને BSE સેન્સેક્સ ઇન્ડેક્સ જુદાં-જુદાં ક્ષેત્રોમાં રોકાણની તક પૂરી પાડે છે.


