મગફળીનું પાંચ લાખ હેક્ટરમાં વાવેતર, કઠોળનું ૨૦ લાખ હેક્ટરમાં વાવેતર
પ્રતીકાત્મક તસવીર
દેશમાં ખરીફ પાકોના આગોતરા વાવેતર શરૂ થઈ ચૂક્યા છે. ચોમાસાના સત્તાવાર આગમનને હજી એક-બે દિવસની વાર છે, પરંતુ જે વિસ્તારમાં પાણીની સગવડતા કે નહેર આવતી હોય એવાં રાજ્યોના ખેડૂતોએ આગોતરા વાવેતર કરી દીધા છે.
સરકારી કૃષિ મંત્રાલયના સત્તાવાર આંકડાઓ મુજબ દેશમાં બીજી જૂન સુધીમાં ખરીફ પાકોનું વાવેતર કુલ ૩૭.૬૪ લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે આજ સમયે ૩૮.૧૫ લાખ હેક્ટરમાં થયું હતું. આમ ગત વર્ષની તુલનાએ ૧.૩૪ ટકા જેવો ઘટાડો બતાવે છે.
ADVERTISEMENT
દેશમાં તેલીબિયા પાકોમાં મગફળીનું વાવેતર સૌથી વધુ પાંચ લાખ હેક્ટરમાં થયું છે. જોકે આમાં રાજસ્થાનનો જ વાવેતર વિસ્તાર વધારે છે. ગુજરાતના આંકડાઓનો હજી સમાવેશ થયો નથી, જે એકાદ સપ્તાહ બાદ શરૂ થશે. તલનું વાવેતર પણ બે ટકા જેવું વધારે છે.
કઠોળ પાકોનું કુલ વાવેતર ૪.૩૮ ટકા વધીને ૨૦ લાખ હેક્ટરમાં થયું છે.


