જિયોએ ડિસેમ્બર ક્વૉર્ટરમાં કુલ ૪૬૩૮ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો

ફાઇલ તસવીર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેક્નોલૉજી અને ટેલિકૉમ પેટા કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકૉમે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા ક્વૉર્ટરમાં ૪૬૩૮ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે એક વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીએ ૨૮.૩ ટકા વધુ છે. ગયા વર્ષના સમાન ક્વૉર્ટરમાં કંપનીએ ૩૬૧૫ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
એની કામગીરીમાંથી ૨૨,૯૯૮ કરોડ રૂપિયાની આવક થઈ છે જે ગયા વર્ષના સમાન ક્વૉર્ટરમાં ૧૯,૩૪૭ કરોડ રૂપિયાની સરખામણીએ ૧૮.૯ ટકા વધારે છે.
૭૦ લાખ મજબૂત નેટ સબસ્ક્રાઇબરના ઉમેરાથી જિયોનાં વ્યાજ, ટૅક્સ અને ઘસારા પહેલાંની કમાણીમાં ક્રમિક રીતે ત્રણથી ચાર ટકાનો વધારો થવાની ધારણા હતી.
કંપનીની આવક ૧૨,૦૦૯ કરોડ રૂપિયા હતી, જ્યારે માર્જિન ૫૨.૨ ટકા હતું, ઈબીઆઇટીડીએ માર્જિન ૫૨.૨ ટકા હતું.