સેન્સેક્સ 150 અંકના ઉછાળા સાથે ખુલ્યું, નિફ્ટી 12,000ની નજીક
સેન્સેક્સ 150 અંકના ઉછાળા સાથે ખુલ્યું
સપ્તાહના પહેલા કારોબારી દિવસે ભારતીય શૅર બજારે શરૂઆત શાનદાર કરી છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.3% થી વધારે મજબૂત થઈને કારોબાર કરી છે. આજે નિફ્ટી 12000ની નજીક દેખાઈ રહ્યા છે. જ્યારે સેન્સેક્સે 39860 ઉપર છે. સેન્સેકસ 151 અંક ઉછળો છે તો નિફ્ટી 39.90 અંક વધ્યો છે.
જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં દબાણ જોવા મળ્યું છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.02% ઘટીને કારોબાર કરી રહ્યા છે. નિફ્ટીના મિડકેપ 50 ઈન્ડેક્સમાં 0.03%ની નબળાઈ દેખાઈ રહી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.03% તૂટ્યા છે.
ADVERTISEMENT
બેન્કિંગ, મેટલ, ફાઈનાન્સ સર્વિસ, રિયલ્ટી અને એફએમસીજી શેરોમાં ખરીદારીનું વાતાવરણ જોવામાં આવી રહ્યું છે. બેન્ક નિફ્ટી 0.16% વધીને 31427.15 ના સ્તર પર આવી ગયો છે. જ્યારે ઑટો, આઈટી, ફાર્મા અને પીએસયુ બેન્કમાં ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 151.06 અંક એટલે કે 0.38%ની તેજીની સાથે 39865.26ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે, એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈનેડક્સ નિફ્ટી 39.90% એટલે કે 0.33 ટકાના ઉછાળાની સાથે 11962.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.