શૅર માર્કેટ: સેન્સેક્સ 500 અંકના ઘટાડા સાથે ખુલ્યું , નિફ્ટી 150 અંક ની
શૅર બજાર
આજના કારોબારી દિવસે ભારતીય શૅર બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 31,344.50 સુધી પહોંચ્યું જ્યારે નિફ્ટી 9,197 સુધી પહોંચ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.6%ની નબળાઈ દેખાઈ રહી છે.
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ દેખાઈ રહ્યુ છે. BSEના મિડકેપ ઈન્ડેક્સ 0.18 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.36%નો ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. BSEઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.37%ના ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે.
ADVERTISEMENT
હાલમાં BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 529.63 અંક એટલે કે 1.65%ના ઘટાડાની સાથે 31478.98ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે NSEના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 150.55 અંક એટલે કે 1.60 ટકા ઘટીને 9233ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, હિંડાલ્કો, પાવર ગ્રિડ, એમએન્ડએમ, વિપ્રો, એચડીએફસી બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્ક 2.56-4.21% સુધી ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, નેસ્લે ઈન્ડિયા, આઈટીસી, સિપ્લા, સન ફાર્મા, કોટક મહિન્દ્રા અને બજાજ ફિનસર્વ 0.61-2.05% સુધી વધ્યા છે.
બેન્કિંગ, મેટલ, પીએસયુ બેન્ક, ઑટો, આઈટી, રિયલ્ટી અને ફાઈનાન્સ સર્વિસિઝ શેરોમાં 2.68-1.18% વેચવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 2.33% ઘટાડાની સાથે 19176.85ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એફએમસીજી અને ફાર્મા શેરોમાં ખરીદારી જોવા મળી છે.