Closing Bell: સેન્સેક્સ 667 અંક તૂટીને થયું બંધ, આ શૅર્સમાં ઘટાડો
ભારતીય શૅર બજાર
કોરોના વાઈરસના વધતા કેસના લીધે અર્થવ્યવસ્થાને જલદી પાટા પર લાવવાની આશાને ઝટકો લાગ્યો છે. આ કારણથી સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયું. પ્રોફિટ બુકિંગના દબાણના કારેણ પણ સ્ટૉક એક્સચેન્જમાં આ ભંગાણ જોવા મળ્યું હતું. બીએસઈના 30 શૅરો પર આધારિત સેન્સેક્સ ઈન્ડેક્સ 667.29 અંક એટલે 1.77 ટકાના ઘટાડા સાથે 36,939.60 અંક પર બંધ થયું. બીજી તરફ એનએસઈ નિફ્ટી 181.90 અંક એટલે 1.64 ટકા તૂટીને 10891.60 અંક પર બંધ થયું.
લાલ નિશાન સાથે બંધ થયા આ સ્ટૉક
ADVERTISEMENT
Bandhan Bankના શૅરોમાં 10.50 ટકાથી વધારેનો ઘટાડો નોંધવામાં આવ્યો. એનએસઈ પર સોમવારે બંધન બેન્કના શૅરના ભાવ 36.30 રૂપિયા એટલે 10.52 ટકા તૂટીને 308.80 રૂપિયા પર રહ્યું. જ્યાં સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા બેન્કના શૅરોમાં 4.41%નો ઘટાડો જોવા મળ્યો. એ સિવાય ઈન્ડસઈન્ડ બૅન્કના શૅરમાં 3.90%, એક્સિસ બેન્કના શૅરમાં 3.30 ટકા અને ઓએનજીસીના શૅરોમાં 3.13 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
એ સિવાય એચડીએફસી બૅન્ક, બજાજ ઑટો, રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, મારૂતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બૅન્ક, ઈન્ફોસિસ, આઈટીસી, એશિયન પેન્ટ્સ, હિન્દુસ્તાન યૂનિલીવર અને નેસ્લે ઈન્ડિયાના શૅર પણ લાલ નિશાન પર બંધ થયું.
આ શૅરોમાં રહી તેજી
ટાઈટન, ટાટા સ્ટીલ, એસબીઆઈ, લાર્સન એન્ડ ટ્રૂબો, એચસીએલ ટેક અને પાવરગ્રિડના શૅરોમાં તેજી જોવા મળી.
કારોબારીઓના મુજબ રિલાયન્સ અને એચડીએફસી બેન્ક અથવા એચડીએફસી જેવા પ્રમુખ સ્ટૉકમાં ભારી વેચવાલીના લીધે પ્રમુખ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો. જ્યાં, વિદેશી કારોબારીઓ દ્વારા પૈસા નીકાળવા અને દુનિયાભારમાં કોવિડ-19ના વધતા કેસના લીધે ચિંતાઓના કારણથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ પ્રભાવિત થયું.