સિલિકૉન વૅલી બૅન્ક કાચી પડ્યા બાદ વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાના માહોલ વચ્ચે કરન્સી બજારમાં બેતરફી મૂવમેન્ટની સંભાવના દેખાઈ રહી છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતીય રૂપિયો ડૉલર સામે સતત નબળો પડી રહ્યો છે. સપ્તાહની શરૂઆતમાં રૂપિયો ડૉલર સામે ૮ પૈસા નબળો પડીને બંધ રહ્યો હતો.
ભારતીય રૂપિયો ડૉલર સામે સોમવારે ૮૧.૭૮ની સપાટી પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન નબળો પડીને ૮૨.૨૧૫૦ સુધી પહોંચ્યા બાદ દિવસના અંતે ૮૨.૧૩૨૫ પર બંધ રહ્યો હતો, જે ગયા શુક્રવારે ૮૨.૦૫ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ સતત બીજા ટ્રેડિંગ સેશનમાં રૂપિયો ૮૨ની ઉપર બંધ રહ્યો છે.
ADVERTISEMENT
ફૉરેક્સ ડીલરોએ જણાવ્યું હતું કે ક્રૂડ તેલના આયાતકારો દ્વારા ડૉલરની ડિમાન્ડ વધતાં અને વૈશ્વિક બજારમાં પણ શૅરબજારમાં નરમાઈના ટ્રેડ વચ્ચે રૂપિયામાં ઘસારો હતો. સિલિકૉન વૅલી બૅન્ક કાચી પડ્યા બાદ વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાના માહોલ વચ્ચે કરન્સી બજારમાં બેતરફી મૂવમેન્ટની સંભાવના દેખાઈ રહી છે.