ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૧.૯૧૫૦ પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૨.૦૧૨૫ પર પહોંચીને એક તબક્કે ૮૧.૭૮ સુધી મજબૂત બન્યો હતો,

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ભારતીય રૂપિયો ડૉલર સામે ૮ પૈસા મજબૂત બનીને ૮૨ની અંદર બંધ રહ્યો હતો. ડૉલર ઇન્ડેક્સમાં નરમાઈ અને શૅરબજારમાં ઘટાડાની સ્થિતિ વચ્ચે રૂપિયામાં પણ મામૂલી સુધારો જોવા મળ્યો હતો. ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૧.૯૧૫૦ પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૨.૦૧૨૫ પર પહોંચીને એક તબક્કે ૮૧.૭૮ સુધી મજબૂત બન્યો હતો, પરંતુ ડૉલરની લેવાલી આવતાં રૂપિયો ૮૧.૯૮૫૯ પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસે ૮૨.૦૬૫૦ પર બંધ રહ્યો હતો. આમ રૂપિયામાં ૮ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ વિશ્વની મુખ્ય ૬ કરન્સી સામે ૧૦૫.૪૧ની સપાટી પર પહોંચ્યો હતો, જે આગલા દિવસે ૧૦૫.૭૦ પર હતો.