Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રબરનું ઉત્પાદન દાયકામાં પહેલી વાર આઠ લાખ ટન થયું

રબરનું ઉત્પાદન દાયકામાં પહેલી વાર આઠ લાખ ટન થયું

05 May, 2023 03:19 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્પાદન વધીને ૮.૩૯ લાખ ટન થયું, આયાત નિર્ભરતા ઘટી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રબર બોર્ડ તરફથી ઉપલબ્ધ કામચલાઉ આંકડા અનુસાર, દેશમાં કુદરતી રબરનું ઉત્પાદન ૧૦ વર્ષના અંતરાલ પછી ૨૦૨૨-૨૩માં આઠ લાખ ટનને વટાવી ગયું છે.

દેશમાં રબરનું ઉત્પાદન ૮.૩૯ ટન સુધી પહોંચ્યું છે, જે વર્ષ માટે નિર્ધારિત ૮.૪૦ લાખ ટનના સુધારેલા લક્ષ્યાંકથી માત્ર ઓછું છે, જે એક વર્ષ અગાઉના ૭.૭૫ લાખ ટનના ઉત્પાદન કરતાં ૮.૩ ટકાનો વધારો છે. અગાઉના વર્ષે ઉત્પાદનમાં સાત ટકાનો વધારો થયો હતો.



દેશમાં છેલ્લે આઠ લાખ ટન કરતાં વધુ ઉત્પાદન વર્ષ ૨૦૧૨-૧૩માં ૯.૧૩ લાખ ટનનું થયું હતું. એ પછી ઉત્પાદન ૨૦૧૫-૧૬માં અપવાદ સિવાય છ લાખ ટન અને આઠ લાખ ટન વચ્ચે વધ્યું જ્યારે એ ૫.૬૨ લાખ ટનની નીચી સપાટીએ પહોંચ્યું.


આ પણ વાંચો  : સરકારની સૂચના બાદ ખાદ્ય તેલના રીટેલ ભાવ ઘટાડવા ‘સી’ની અપીલ

વર્ષ માટે વપરાશ નવ ટકા વધીને ૧૩.૫ લાખ ટન થયો છે. વપરાશ વૃદ્ધિ ૨૦૨૧-૨૨માં ૧૩ ટકાથી ઘટી હોવા છતાં, એ હજી પણ ઉત્પાદન કરતાં વધુ ઝડપી ગતિએ આગળ વધી રહી છે. ખાસ કરીને કોવિડ-19નાં જોખમો ઘટ્યાં પછી માગ વધી છે.


દેશમાં રબરના ઉત્પાદનમાં વધારો થવાને પગલે આયાત પરની નિર્ભરતામાં ઘટાડો કર્યો હોવાનું જણાય છે. રબરની આયાત, ૫.૩૦ ટનના કામચલાઉ આંકડા મુજબ થઈ છે, જે અગાઉના વર્ષે ૫.૪૬ લાખ ટનની થઈ હતી, જેની તુલનાએ ત્રણ ટકાનો ઘટાડો બતાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

05 May, 2023 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK