ઇન્ડેક્સ ૬૦,૯૩૫ ખૂલીને ૬૧,૫૧૫ની ઉપલી અને ૬૦,૧૪૨ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટની નવા સપ્તાહની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ સોમવારે બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪કલાકમાં ૦.૭૧ ટકા (૪૩૨ પૉઇન્ટ) ઘટીને ૬૦,૫૦૩ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૬૦,૯૩૫ ખૂલીને ૬૧,૫૧૫ની ઉપલી અને ૬૦,૧૪૨ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના મોટા ભાગના કૉઇન ઘટ્યા હતા, જેમાંથી સોલાના, અવાલાંશ, પોલીગોન અને કાર્ડાનોમાં ૩થી ૫ ટકાની રેન્જમાં ઘટાડો નોંધાયો હતો. ટ્રોન અને ટ્રોનકૉઇન અનુક્રમે ૦.૪૧ ટકા અને ૦.૧૦ ટકા વધ્યા હતા.
દરમ્યાન, ભારતીય રિઝર્વ બૅન્કના ડેપ્યુટી ગવર્નરે જણાવ્યું છે કે સીબીડીસી (સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી)ના હોલસેલ પ્રયોગ હેઠળ ઍસેટ્સ અને સરકારી બૉન્ડ્સના ટોકનાઇઝેશન માટે ચકાસણી કરવામાં આવશે. બીજી બાજુ, ફિલિપીન્સની કેન્દ્રીય બૅન્ક બ્લૉકચેઇન સિવાયની હોલસેલ સીબીડીસીનો ઉપયોગ શરૂ કરવાનું વિચારી રહી છે. અન્ય એક અહેવાલ મુજબ નાઇજીરિયાના ક્રિપ્ટોકરન્સીના નિષ્ણાત અદેદજી ઓવોનિબીએ દેશમાં મની લૉન્ડરિંગ સહિતના નાણાકીય ગુનાઓને ડામવા માટે દેશમાં ક્રિપ્ટોકરન્સીના નિયમનની જરૂર પર ભાર મૂક્યો છે.