એચડીએફસી કૅપિટલના અહેવાલનું તારણ : કોવિડ અને રેરાની અસરથી હવે બહાર

પ્રતીકાત્મક તસવીર
એચડીએફસી કૅપિટલ ઍડ્વાઇઝર્સના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વિપુલ રૂંગટાએ જણાવ્યું હતું કે ભારતનું હાઉસિંગ સેક્ટર છેલ્લા દોઢ દાયકામાં કદાચ સૌથી મોટી તેજી જોઈ રહ્યું છે, જેમ કે પરવડે એવાં અને ઘર મેળવવાની ગ્રાહકોની આકાંક્ષા જેવાં વિવિધ પરિબળોને કારણે આ સ્થિતિ જોવા મળશે.
ફિક્કી દ્વારા આયોજિત રિયલ એસ્ટેટ સમિટને સંબોધતાં તેમણે નોંધ્યું હતું કે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ સેગમેન્ટ નવા રિયલ્ટી કાયદા રેરા અને નોટબંધીને કારણે ઘણી પીડામાંથી પસાર થયા પછી મજબૂત રીતે પુનર્જીવિત થયું છે.
છેલ્લા દોઢ દાયકામાં મને લાગે છે કે આ કદાચ સૌથી મોટી તેજી છે, જે હું વ્યક્તિગત રીતે રેસિડેન્શિયલ સેગમેન્ટમાં એક સંસ્થા તરીકે જોઈ રહ્યો છું, પછી ભલે એ પોસાય એવી મધ્યમ આવક અને પ્રીમિયમ હાઉસિંગ પ્રૉપર્ટીઝ હોય એમ રૂંગટાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે રિયલ એસ્ટેટ ડેવલપર્સને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે રેરા હેઠળ જવાબદાર બનાવવામાં આવ્યા છે અને ડિફૉલ્ટના કિસ્સામાં તેમને જેલના સળિયા પાછળ ધકેલવાનો નિયમ છે. કોવિડના રોગચાળા પછી રૂંગટાએ જણાવ્યું હતું કે ગ્રાહકો ગુણવત્તા તેમ જ કદના સંદર્ભમાં તેમનાં ઘરને અપગ્રેડ કરી રહ્યા છે.
આ પણ વાંચો: વિશ્વ પર ભૂખમરો: રશિયા-યુક્રેન વચ્ચે લંબાતું યુદ્ધ અને ગ્લોબલ વૉર્મિંગ ખતરારૂપ
છ મોટાં શહેરમાં ઑફિસ રેન્ટની જગ્યામાં ૨૫થી ૩૦ ટકા ઘટાડો થશે
કોલિયર્સ ઇન્ડિયા અને ફિક્કીના જણાવ્યા અનુસાર દેશનાં છ મોટાં શહેરોમાં ઑફિસ સ્પેસની લીઝિંગ-ભાડાની જગ્યા આ કૅલેન્ડર વર્ષમાં ૨૫થી ૩૦ ટકા ઘટીને ૩૫૦થી ૩૮૦ લાખ ચોરસ ફુટ થઈ શકે છે.
પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ કોલિયર્સ ઇન્ડિયા અને ઇન્ડસ્ટ્રી બોડી ફિક્કીએ ‘ઇમર્જિંગ ટ્રેન્ડ્સ ઍન્ડ ઑપોર્ચ્યુનિટીઝ ઇન ઑફિસ સેક્ટર - ૨૦૨૩’ રીપોર્ટ બહાર પાડ્યો છે.
૨૦૨૨માં છ શહેરોમાં ગ્રોસ ઑફિસ સ્પેસ લીઝિંગ વધીને ૫૦૩ લાખ સ્ક્વેર ફીટ થઈ ગયું હતું, જે અગાઉના વર્ષમાં ૩૨૯ લાખ સ્ક્વેર ફીટ હતું. આ છ શહેરોમાં દિલ્હી-એનસીઆર, મુંબઈ, બૅન્ગલોર, હૈદરાબાદ, ચેન્નઈ અને પુણેનો સમાવેશ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આશાવાદી માહોલમાં ભારતના ઑફિસ સેક્ટરમાં ૨૦૨૩માં લગભગ ૩૫૦થી ૩૮૦ લાખ ચોરસ ફુટ ગ્રોસ લીઝિંગ જોવા મળે એવી શક્યતા છે. કન્સલ્ટન્ટ અપેક્ષા રાખે છે કે આર્થિક ગતિવિધિઓ હળવી થશે અને એકંદર કબજેદારોના વિશ્વાસને નોંધપાત્ર નુકસાન પહોંચાડશે નહીં.
તે આ વર્ષના ઉત્તરાર્ધમાં લીઝિંગમાં નોંધપાત્ર વધારાની અપેક્ષા રાખે છે. અહેવાલ દર્શાવે છે કે નિરાશાવાદી પરિસ્થિતિમાં, માગમાં પુનઃ પ્રાપ્તિમાં વિલંબ થતાં આર્થિક માથાકૂટની અસર લાંબા સમય સુધી રહેશે.
આશાવાદી માહોલમાં, કોલિયર્સ ૨૦૨૩માં એકંદર સ્તરે ૩૦૦થી ૩૩૦ લાખ ચોરસ ફુટની લીઝની અપેક્ષા રાખે છે. અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે ૨૦૨૩માં ઑફિસ માર્કેટ હાલમાં અનિશ્ચિત લાગે છે, એ વૈશ્વિક હેડવિન્ડ્સ અને અન્ય બાહ્યતાઓ હોવા છતાં સાપેક્ષ સરળતા સાથે પાછા ફરી શકે છે.