સ્ટાર સિમેન્ટનો શૅર ગઈ કાલે ૨૩ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૨૩ નજીક ગયા બાદ આ ખુલાસાને પગલે છ ટકા ઊંચકાઈ ૨૦૮ બંધ થયો છે.
પ્રતીકાત્મક તસવીર
HDFC બૅન્ક નવા શિખર સાથે પ્રથમ વાર ૧૪ લાખ કરોડ રૂપિયાની કંપની બની : ૬૩ મૂન્સમાં ૧૧ વર્ષની નવી ટૉપ, પૉલિસી બાઝાર ઑલટાઇમ હાઈ : ટેક ઓવરની હવા અને સ્પષ્ટીકરણ વચ્ચે સ્ટાર સિમેન્ટ મજબૂત : ચાઇનીઝ ફૅક્ટરની અસરમાં HEG સાડાસોળ ટકાની તેજીમાં મલ્ટિયર ટોચે બંધ : રાજેશ પાવર, સીટુસી ઍડ્વાન્સ્ડ સિસ્ટમ્સ અને રાજપૂતાના બાયોડીઝલ ઉપલી સર્કિટ સાથે નવા શિખરે, લૅમોસિકમાં નવું બૉટમ : મુંબઈના વરલી ખાતેની નિસસ ફાઇનૅન્સનો SME ઇશ્યુ પ્રથમ દિવસે ત્રણગણો છલકાયો : અગરવાલ ટફન્ડનું આજે લિસ્ટિંગ




