Living My Promiseમાં એવા લોકો છે જે એક કરોડથી વધુ નેટવર્થ ધરાવતા હોય અને પોતાની પચાસ ટકા સંપત્તિ સમાજિક ઉત્થાન માટે આપવા તૈયાર હોય. ગુંજનનું કહેવું છે કે અલગ અલગ ક્ષેત્રના લોકો એકબીજા પાસેથી ઘણું બધું શીખે છે
લિવિંગ માય પ્રોમિસનાં લીડ ગુંજન થાને માને છે વંચિતોનું સશક્તિકરણ સમાજ બદલશે
શું તમે તમારી સંપત્તિના પચાસ ટકા ગીરવે મુકવાનું વિચારી શકો? આ સંપત્તિનો ઉપયોગ અન્યોના હિત માટે, કલ્યાણ માટે, તેમની જિંદગી બહેતર બનાવવા માટે થતો હોય તો શું તમે એ દિશામાં વિચારો? Living My Promise (LMP) એક એવું ગ્રૂપ છે જેમાં ફિલાન્થ્રોફિસ્ટ એક સાથે આવ્યા છે. આપણે દાન ધરમ આપણી રીતે કરતા હોઇએ છીએ પણ એક આયોજિત વ્યવસ્થિત સમુહ સાથે જોડાઇને સમાજને, એક મોટા વર્ગને કંઇક આપવું એ બહુ અગત્યની બાબત છે. ઑક્ટોબર 2018માં DaanUtsav યોજાયો હતો અને તમાં જોડાયેલા વોલેન્ટિયર્સે જ નક્કી કર્યું Living My Promise સ્થાપવાનું.
ગુંજન થાનેને બે દસકાનો વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાનો અનુભવ છે. અમેરિકન એક્સપ્રેસ, સિટી બેંક, આરબીએસ જેવા અગ્રણી નામો સાથે બેંકિંગ અને વેલ્થ મેનેજમેન્ટના ક્ષેત્રે કામ કર્યા પછી તેમણે સામાજિક પરિવર્તનની દિશામાં પગલું ભર્યું. તેમણે પહેલાં તો દેસી-ઑરિજિન્સની સ્થાપના કરી જેમાં સ્ત્રીઓના સેલ્ફ હેલ્પ ગ્રૂપનું સશક્તિ કરણ કરાયું, ગ્રામીણ કારીગરો, નાના ખેડૂતો, કલાકારો અને આંતરિયાળ વિસ્તારોની નાની એનજીઓઝ પણ તેમાં જોડાયા. તેમને એક નવું પ્લેટફોર્મ મળ્યું, નવું શીખવા સમજવાનું અને પોતાને માટે રચાયેલી માર્કેટ પ્લેસમાં પોતાની ચીજો સાથે ગ્રાહકો સાથે જોડાવાનું પણ.
ADVERTISEMENT
ગુંજન થાને હાલમાં Living My Promiseનું નેતૃત્વ કરે છે અને તેમણે એવા લોકોનો સમુહ એકઠો કર્યો છે જે પોતાની પચાસ ટકા સંપત્તિ સામાજિક ઉદ્દાતના કામ માટે આપવ માટે કટિબદ્ધ છે.જેમની પાસે છે તે વંચિતોને આપીને બીજી જિંદગીઓ બહેતર બનાવે એ વિચાર પર બનેલા આ ગ્રૂપના દરેક સભ્યને માટે એ સવાલ અગત્યનો રહ્યો છે કે કેટલી સંપત્તીને પુરતી કહી શકાય? ભૌતિકકવાદી વિશ્વમાં હાથ લંબાવીને બીજાનો ટેકો બનવાના વિચાર પર Living My Promise કામ કરે છે.
Living My Promiseમાં કેટલાક અગ્રણી ગુજરાતીઓ પણ જોડાયા છે જેમ કે અનિશ ગાલા જેઓ પાણીની સુરક્ષા, માનાસિક સ્વાસ્થ્ય, એનિમલ રાઇટ્સ જેવા મુદ્દા પર કામ કરવા માગે છે તો બિંદી ધરિયાનું માનવું છે કે લોકોને- સમાજને કુદરતને પાછા આપવું એ તો જીવનની એક રીત છે. ઋષભ તુરખિયાના મતે જે તેમની પછી જે રહી જશે તે તેમનું નથી અને માટે તેઓ Living My Promiseમાં જોડાયા. જાગૃતિ ગાલા વંચિતોને ટેકો આપવા અને તેમનું સશક્તિકરણ કરવા ઇચ્છે છે, તેમના જીવનના પડકારો સામે ટકી જવા, લડવા તેમને મદદ કરવા માગે છે. રીના ભગવતી, ભગવતી ઑટોકાસ્ટનાં કર્તા હર્તા છે અને તેઓ લોકોની જિંદગી પર પૉઝિટવી પ્રભાવ પાડવા માગે છે. ભૌમિક શાહ તેનો હિસ્સો બન્યા કરાણકે કોઇને કંઇ આપવાથી જે સુખ મળે છે તે જ તેમના જીવનની ફિલસુફી છે.
ગુંજનના મતે આ એક ચળવળ છે જેનાથી સમાજમાં પરિવર્તન લાવી શકાશે. શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર કામ થશે. મહિલા સશક્તિકરણ અને બાળકોના કલ્યાણ માટે ગુંજન બહુ મન દઇને કામ કરે છે. Living My Promiseમાં એવા લોકો છે જે એક કરોડથી વધુ નેટવર્થ ધરાવતા હોય અને પોતાની સંપત્તિ સમાજિક ઉત્થાન માટે આપવા તૈયાર હોય. ગુંજનનું કહેવું છે કે અલગ અલગ ક્ષેત્રના લોકો એકબીજા પાસેથી ઘણું બધું શીખે છે, વિચારોનું આદાન પ્રદાન થાય. હાલમાં Living My Promiseમાં 149 સભ્યો છે અને 2030 સુધીમાં આ આંકડો 500 સુધી પહોંચે તેવું તેમનું લક્ષ્ય છે. કરુણા અને દયાનો વિસ્તાર કરવો એ એક માત્ર Living My Promiseનો ઉદ્દેશ છે.