Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નવી કરપ્રણાલીમાં કરદાતાઓને માર્જિનલ રિલીઝ આપીને સરકારે અન્યાય દૂર કર્યો

નવી કરપ્રણાલીમાં કરદાતાઓને માર્જિનલ રિલીઝ આપીને સરકારે અન્યાય દૂર કર્યો

04 April, 2023 04:33 PM IST | Mumbai
Nitesh Buddhadev

બજેટના દિવસે જે ખરડો પ્રસ્તાવિત હતો એમાં પછીથી ફેરફાર કરવામાં આવ્યા અને એ ફેરફાર સાથેનું ફાઇનૅન્સ બિલ ૨૦૨૩ લોકસભામાં મંજૂર કરવામાં આવ્યું.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ટેક્સ રામાયણ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


નવા નાણાકીય વર્ષના બજેટમાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવી એનો ખરડો એટલે ફાઇનૅન્સ બિલ ૨૦૨૩. બજેટના દિવસે જે ખરડો પ્રસ્તાવિત હતો એમાં પછીથી ફેરફાર કરવામાં આવ્યા અને એ ફેરફાર સાથેનું ફાઇનૅન્સ બિલ ૨૦૨૩ લોકસભામાં મંજૂર કરવામાં આવ્યું. આ ફેરફાર મહત્ત્વના હોવાથી એની નોંધ લેવી ઘટે. ચાલો, એ ફેરફાર પર એક નજર કરીએ...

૧) બજેટમાં ન્યુ ટૅક્સ રેજિમ એટલે કે નવી કરપ્રણાલીની જાહેરાત કરવામાં આવી. એ મુજબ ૩થી ૬ લાખ સુધીની આવક પર ૫ ટકા, ૬થી ૯ લાખ પર ૧૦ ટકા, ૯થી ૧૨ લાખ પર ૧૫ ટકા, ૧૨થી ૧૫ લાખ પર ૨૦ ટકા અને ૧૫ લાખ કે એનાથી ઉપરની આવક પર ૩૦ ટકાના દરે કરવેરો ભરવાનો આવશે. બજેટમાં ૭ લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લોકો માટે રિબેટ આપવામાં આવી છે. 



જોકે, એમાં એવું થતું હતું કે કોઈ વ્યક્તિની આવક ૭ લાખ રૂપિયામાં એક હજાર રૂપિયા પણ ઉમેરાઈ જવાથી ૭,૦૦,૧૦૦૦ રૂપિયા થઈ જાય તેમણે ૨૬,૧૦૪ (સેસ સહિત) રૂપિયાનો કરવેરો ભરવાનો આવતો હતો. આવકમાં ફક્ત એક હજાર રૂપિયા વધી જવાથી ૨૬,૧૦૪ રૂપિયા જેટલો કરવેરો ભરવો પડે એ ખૂબ જ મોટા અન્યાય જેવું થતું હતું. 


આથી સરકારે માર્જિનલ રિલીફ નામે ફેરફાર કર્યો છે, જે ૭ લાખ રૂપિયા કરતાં વધુ આવક ધરાવતા લોકોને લાગુ થશે. એમાં એવું થશે કે જેમની આવક ૭.૦૧ લાખ રૂપિયા હશે તેમણે ૨૬,૧૦૪ને બદલે ફક્ત ૧૦૦૦ રૂપિયા (૭,૦૧,૦૦૦ – ૭,૦૦,૦૦૦) કરવેરો ભરવાનો આવશે. 

૨) ક્રેડિટ કાર્ડ મારફત વિદેશી પેમેન્ટ વિદેશપ્રવાસ દરમ્યાન ક્રેડિટ કાર્ડ મારફત પેમેન્ટ કરવામાં આવે એ રકમ સરકારની લિબરલાઇઝ્ડ રેમિટન્સ 


સ્કીમ હેઠળ નોંધાતી નથી. એને લીધે ટૅક્સ કલેક્શન ઍટ સોર્સ (ટીસીએસ)ની જાળમાંથી એ છટકી જાય છે. 

આથી આ બાબતે સુધારો કરવાનો રિઝર્વ બૅન્કને અનુરોધ કરવામાં આવ્યો છે.

૩) રૉયલ્ટીઝ તથા બિનરહીશ ભારતીયોને ચૂકવવામાં આવેલી ટેક્નિકલ સર્વિસિસ બદલની ફી પરના વિથહોલ્ડિંગ ટૅક્સનો દર ૧૦થી વધારીને ૨૦ ટકા કરી દેવાયો છે.

૪) ડેટ મ્યુચ્યુઅલ ફન્ડમાં હોલ્ડિંગ પિરિયડ ગમે એટલો હોય, એમાં મળનારા વળતરને શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન્સ ગણવામાં આવશે.

આ પણ વાંચો: નવી કરવ્યવસ્થામાં હાઉસિંગ લોનના વ્યાજનું સેટ ઑફ મળે નહીં ત્યારે બીજો કયો વિકલ્પ?

ફાઇનૅન્સ બિલ દ્વારા આવકવેરા ધારામાં ૫૦એએ ક્રમાંકની નવી કલમ ઉમેરવામાં આવી છે. ૧ એપ્રિલ, ૨૦૨૩ના રોજ કે એના પછી ડેટ મ્યુચ્યુઅલ ફન્ડમાં કરાયેલા રોકાણ પર મળનારા વળતરને શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન ગણવામાં આવશે. એમાં હોલ્ડિંગ પિરિયડના આધારે કોઈ ફરક નહીં પડે. કલમ ૫૦એએના વ્યાપને વધારીને હવે નિશ્ચિત સ્વરૂપનાં મ્યુચ્યુઅલ ફન્ડ્સને એ લાગુ કરવામાં આવશે. જે ફન્ડમાં મહત્તમ ૩૫ ટકા રોકાણ સ્થાનિક કંપનીઓના ઇક્વિટી શૅરમાં રોકવામાં આવશે એનાં યુનિટ્સને ઉક્ત ફેરફાર લાગુ પડશે. 

બીજા શબ્દોમાં કહીએ તો ૧ એપ્રિલ, ૨૦૨૩ના રોજ અથવા એના પછી ડેટ મ્યુચ્યુઅલ ફન્ડના ટ્રાન્સફર, રિડમ્પ્શન કે પાકતી મુદતે જે રકમ મળશે એને શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન્સ ગણવામાં આવશે અને સંબંધિત કરદાતાને જે ટૅક્સ સ્લૅબ લાગુ થતો હશે એ ટકાવારી મુજબ આ ગેઇન્સ પર કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લેવામાં આવશે. બીજું, આ કિસ્સામાં ઇન્ડેક્સેશન બેનિફિટ પણ નહીં મળે. 

સવાલ તમારા…

પ્રશ્ન ઃ નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ માટેની મારી અંદાજિત આવક ૭.૭૦ લાખ રૂપિયા છે. હું નવી કરપ્રણાલી પસંદ કરવા માગું છું. શું માર્જિન ટૅક્સ રિલીફને લીધે મને કોઈ ફાયદો થશે?
ઉત્તર ઃ તમારા કિસ્સામાં નવી કરપ્રણાલી મુજબ તમારે ૩૩,૨૮૦ રૂપિયાનો કર ભરવાનો આવશે. માર્જિનલ રિલીઝ એ જ કિસ્સામાં ઉપલબ્ધ છે, જ્યારે ૭ લાખ રૂપિયાની ઉપરની આવક ચૂકવવાપાત્ર કરવેરાથી ઓછી હોય. તમારી આવક ૭૦,૦૦૦ રૂપિયા વધારે છે અને ચૂકવવાપાત્ર કર ૩૩,૨૮૦ રૂપિયા છે. આથી તમને માર્જિનલ રિલીફ નહીં મળે. જોકે, પગારદાર વ્યક્તિની આવક ૭.૭૦ લાખ રૂપિયા હશે તો એમાંથી પહેલાં ૫૦,૦૦૦ રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન કપાશે અને આવક ૭.૨૦ લાખ રૂપિયા થશે. એ સ્થિતિમાં તમારો ચૂકવવાપાત્ર કરવેરો ૨૮,૦૮૦ રૂપિયા હશે અને ૭ લાખ રૂપિયાની ઉપરની રકમ ૨૦,૦૦૦ રૂપિયા હશે. આમ, કરવેરો વધારાની આવક કરતાં વધુ હોવાને લીધે તમારે ૨૮,૦૮૦ નહીં, પરંતુ ૨૦,૦૦૦ રૂપિયા જ કરવેરો ભરવો પડશે. ઉક્ત ગણતરી પરથી ખયાલ આવે છે કે જે વ્યક્તિની નેટ કરપાત્ર આવક ૭ લાખથી ૭.૨૯ લાખ રૂપિયા હશે તેમને માર્જિનલ રિલીફ મળશે. 

Whatsapp-channel Whatsapp-channel

04 April, 2023 04:33 PM IST | Mumbai | Nitesh Buddhadev

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK